Monday, July 25, 2016

વિદાય સમારંભ






 શાળાના આચાર્યશ્રી રાકેશભાઈની ધોરણ ૬થી  ૮ માં  વિકલ્પ લેતા તેમની બદલી થઇ ગઈ. જયારે smc તથા ગ્રામ જનોને આવાતની ખબર પડી ત્યારે સૌ ભાવુક થયા.  સાહેબશ્રીની શાળાના તથા બાળકોના સર્વાંગી  વિકાસ માટે કરવામાં આવેલ કામગીરીથી ખુબ પ્રભાવિત એવા  ગ્રામ જનોએ તેમનો  વિદાય સમારંભ રાખવાનું નક્કી કર્યું. સૌએ ભેગા મળી ફાળો કરી રાકેશભાઈના વિદાયનો કાર્યક્રમ રાખ્યો. સાહેબ શ્રીને શાલ ઓઢાડી ગ્રામ જનો દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવી. આવો અનેરો વિદાયનો કાર્યક્રમ શાળામાં યોજાયો. બદલી થયેલ શિક્ષક્ને સ્ટાફ વિદાય આપે એતો એમની લાગણીની વાત છે પરંતુ જયારે ગામલોકો વિદાય આપે ત્યારે માનવું પડે કે આને કહેવાય આદર્શ શિક્ષક.કોણ કહે છે કે કર્મનું ફળ નથી મળતું એવું ક્યારેય નથી બનતું. કરેલું કામ ક્યારેય ફોગટ નથી જતું. મારી દ્રષ્ટીએ આથી વિશેષ ઉદાહરણ કોઈ બીજું ના હોય શકે. 

No comments:

Post a Comment