Thursday, December 31, 2015

જીલ્લા કક્ષાનો રમતોત્સવ





શાળાના શિક્ષિકા  બહેને યોગ સ્પર્ધામાં જીલ્લા કક્ષા સુધી પહોચી શાળાનું ગૌરવ વધાર્યું.

Tuesday, December 29, 2015

નાતાલની ઉજવણી

શાળામાં બાળકો સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી .બાળકોએ નાના શાંતા સાથે મોજ કરી .બાળકો નાતાલના તહેવારનું મહત્વ સમજે તથા અન્ય ધર્મો વિષે જાણે. તેમનો આદર કરતા શીખે એવા હેતુથી આ ઉજવણીનું આયોજન કર્યું.


મેળાની મોજ

શાળાના આચાર્ય તરફથી બાળકોને મેળાની મઝા કરાવવામાં આવી . બાળકોને ચકડોળમાં બેસાડ્યા, નાસ્તો કરાવ્યો, અને સોનામાં સુગંધ ભળે
 



તેમ સ્યાદલા યુવક મંડળ તરફથી બાળકોને ફ્રી આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો. 

તિથિ ભોજન

ગાયત્રી ટેલર્સ  કીમ દ્વારા બાળકોને ઈડલી સંભારનો  નાસ્તો 

સૂર્ય નમસ્કાર

શિયાળાની સવારે સૂર્ય નમસ્કાર કરી સેહત બનાવતા બાળકો 

રમતોત્સવ


 રમતોત્સવમાં પ્રભુનગર શાળાના કુમાર કન્યા તથા શિક્ષિક બહેન શ્રી સી. આર. સી. કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી તાલુકા કક્ષાએ ભાગ લીધો .જેમાં શાળાના નાના જયનો તૃતીય ક્રમ તથા બહેન શ્રીએ  દ્વિતીય ક્રમ મેળવ્યો.

happy birthday to you

પ્રભુનગરમાં જ રહેતા પાયલબેને  પોતાનો જન્મ દિવસ અમારી શાળાના બાળકો સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ . બાળકોને ડેરીમિલ્ક અને ફરસાણનો નાસ્તો કરાવી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો.

 

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કીમ દ્વારા શાળામાં બાળકોની શાળા આરોગ્ય તપાસણી કરવામાં આવી. 

યોગમાં લીન બાળકો

યોગ ગુરુ ગોપાલભાઈના માર્ગદર્શન હેઠળ યોગ શીખતા બાળકો . શાળામાં એક દિવસ એક કલાક માટે ગોપાલભાઈએ આવી યોગ વિષે માહિતી આપી તથા બાળકોને હળવા યોગ શીખવ્યા. 

ડ્રાય ફ્રુટ લસ્સીની મોજ

મનીષભાઈ  આઈસ્ક્રીમવાળા તરફથી  ડ્રાય ફ્રુટ લસ્સીની લિજ્જત માણતા બાળકો. 

રંગોળી સ્પર્ધા

બાળકોએ  ટીમવર્ક કરી  રંગોળી બનાવી . આ છે સ્પર્ધાના નમુના 

દિવાળીની ઉજવણી

શાળામાં બાળકો સાથે મળી ઉજવણી કરવાની મજા જ કઈક ઓર હોય છે. જાતે ફટાકડા ફોડવા માટે થનગની રહે છે અને જાતે ફટાકડા ફોડ્યા પછીનો એમના ચહેરા પરનો આનંદ જોવા જેવો હોય છે.