Tuesday, August 19, 2014

જન્માષ્ટમી

શાળામાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણીનું આયોજન કરેલ હતું. બાળકો પોતાના મહોલ્લામાં તો આ તહેવારની ઉજવણી થાય જ છે. પરંતુ શાળામાં બાળકો પોતે એમાં મુખ્ય હોય તેમની ખુશી કઈક  અનેરી હોય છે. એમની ખુશીને ધ્યાને રાખી આ કાર્યક્રમની ઉજવણી કરેલ હતી. બાળકો શ્રી કૃષ્ણનો સંદેશ પોતાના જીવનમાં ઉતારે. 

 

Monday, August 18, 2014

સ્વાતંત્ર્યદિનની ઉજવણી


શાળામાં આજ રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં બાળકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું. શાળામાં બાળકોએ રંગોળી બનાવી.


આઝાદ ભારત પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરવા શાળાના બહેન શ્રી સાથે મળીને બ્લેક બોર્ડ શણગાર્યા. દેશ માટે એમના મનમાં રહેલા આનંદને અલગ અલગ રીતેવ્યક્ત થતો  જોયો. શાળાના બાળકોએ speech  આપી. ગામના સરપંચ શ્રીએ તેમને પ્રોત્સાહન ઇનામ આપ્યું. 
 

સી. આર. સી. કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ


સી. આર. સી. કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે સુલેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા. આ સ્પર્ધાઓમાં નિબંધ સ્પર્ધામાં શાળાનો  વિદ્યાર્થી પ્રથમ ક્રમે રહ્યો. હવે મુળદ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરવા બી. આર. સી કક્ષાએ જશે. તથા વક્તૃત્વ સ્પર્ધામાં શાળાની બાળા બેટી બચાવો વિષે પોતાનું વક્તવ્ય આપી બીજા ક્રમે રહી. 

રક્ષાબંધનની ઉજવણી

ભાઈ બહેનના પ્રેમને મુ લાવવો આપણા માટે શક્ય નથી આપણે તો ફક્ત એમના પ્રેમની સલામતી માટે પ્રભુને પ્રર્થાનાજ કરી શકીએ છીએ. આ નાનકડા ભાઈ બહેન એકબીજા પ્રત્યેના પોતાના કર્તવ્યની પ્રતીતિ કરાવે છે. અમારી શાળામાં


આ રક્ષાબંધનના પવિત્ર દિવસને બાળકોએ સ્વચ્છતા અભિયાન સાથે જોડી ભાઈઓએ બહેનોને સ્વચ્છતાના સાથી એવા હાથ રૂમાલની ભેટ આપી.  

Wednesday, August 6, 2014

અવલોકન કરો અને જુઓ.

ધોરણ  ૫ માં આપેલ અવલોકનની પ્રવૃત્તિ કરી  નિષ્કર્ષ ઉપર આવતા બાળકો 

  

my very sweet student



આ મારી ખુબ જ વહાલી ઢીંગલી છે. એને બીજા બાળકો જેવી સમજ નથી. પણ બધા બાળકોને જોઈ પોતે પણ આયનામાં જોઈ વાળ ઓળવાની કોશિશ કરી રહી છે. ખબર છે કે મારી આ બાળકી વાળ ઓળી શકવાની નથી. પણ એની આ ચેષ્ટ જોઈ મને એક શિક્ષક તરીકે એટલો આનંદ થયો કે આ ક્ષણને કેમેરામાં કેદ કરવાથી ન રહી શક્યો.અને તમારી સાથે વહેચતા પણ ન રહી શક્યો. જાણે મારી એ બાળકી જે પ્રવેશોત્સવને દિવસે બધાને જોઈને રડતી હતી તે બાળકી આજે આનંદથી બધા સાથે રહે છે. મારી આ બાળકી બોલી- સાંભળી કે  સમજી શકતી નથી.