Monday, December 31, 2012

સી.આર.સી કક્ષાનો રમતોત્સવ

















સી.આર.સી કક્ષાની રમત સ્પર્ધામાંશાળાના   વિદ્યાર્થી- વિદ્યાર્થીની તથા શિક્ષિકા બહેન પસંદગી પામ્યા.  યોગ સ્પર્ધામાં પસંદગી પામ્યા. હવે તેઓ તાલુકા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. 








Wednesday, December 26, 2012

ચાલો જઈએ મેળે





શાળામાંથી બાળકોને બાજુના ગામ સ્યાદલામા ભરા તા મેળામાં લઈ ગયા જ્યાં બાળકોને શાળાના આચાર્યશ્રીએ બાળકોને ચકડોળમાં બેસાડ્યા તથા મેળામાં મળતો નાસ્તો પણ કરાવ્યો.બાળકોએ જાત જાતના રમકડા પણ લીધા. 

નાતાલ



બાળકો બધા જ  ધર્મોથી માહિતગાર થાય એ આશયથી શાળામાં શક્ય એટલા તહેવારોઉજવણી કરીએ છીએ કહે છેનેકે જે સભાલાવાથી નથી આવડતું તે કામ કરવાથી ઝડપથી આવડી જાય છે.તે હેતુ થી શાળામાં નાતાલની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ શિક્ષકોએ શીખવેલ પ્રવૃતિઓના ઉપયોગકરી જાતે જ તોરણો, ચિત્રો, મ્હોરા વગેરે દ્વારા વર્ગ સજાવટ કરી.બાળકોના પ્યારા શાંતા ક્લોઝે આવી બાળકોને મનોરંજન પૂરું પડ્યું તથા ચોકલેટ પણ આપી આ કાર્યક્રમમાં એસ.એમ. સી.ના મહિલા વાલીઓએ પણ હાજરી આપી. 

મૂક અભિનય


વ્યવસાયકારોનો  મૂક અભિનય કરતા બાળકો 

વાડીમાં થઇ ઉજાણી





એસ.એમ. સી. સભ્ય શ્રી સુરેશભાઈ કે જેઓ ખેડૂતતથા પશુપાલક પણ છે તેમની વાડીમાં બાળકો સાથે ઉજાણીનો કાર્યક્રમ ગોઠવ્યો.તેના ઉપક્રમે બાળકોને પશુ ઉછેર ,ઘાસ કાપવાનું 
મશીન ,ખેતીના પાકો 
માહિતી આપી. ત્યારબાદ 
બાળકોએ નાસ્તો કર્યો તથા એસ. એમ. સી દંપતી ધ્વારા તેમને ગાયનું તાજું દૂધ આપવામાં આવ્યું. બાળકો ઘણી રમતો રમ્યા. તેમને ખુબ મઝા આવી. 

Saturday, December 15, 2012

મુલાકાત

૨૬મી જાન્યુઆરીની ઉજવણી


૨૬મી જાન્યુઆરીની ઉજવણી

26મી જાન્યુઆરીએ અમારી  ધો.૧ થી ૩ વાળી નાનકડી વર્ગશાળામાં નાનકડા ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. જેમાં પ્રાર્થના, wel come song, દેશભક્તિ ગીત, માતાપિતાનો મહિમા દર્શાવતું ગીત, અભિનય ગીત , ધોરણ ૩ નો એકમ સૌનો માલિક એક એકમ આધારિત નાટક તથા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષાનો સમાવેશ કર્યો . આ કાર્યક્રમ દરમિયાન તેમનામાં ભરપુર આત્મ વિશ્વાસ છલકાતો જોવા મળ્યો. 

કારીગરોની મુલાકાત


તિથીભોજન





માતાના સંભારણા રૂપે દર વર્ષે અપાતું તિથિભોજન

માની વાત કરું છું ત્યારે 
થોડા ઈમોશનલ થઈ જવાય છે. 
હાસ્ય હાંસિયામાં ધકેલાય જાય છે. 
એવું કહેવાયું છે કે : 
આ જગત મધ્યે માં થી વધીને એક પણ દેવી નથી. 
પણ એમાં મુશ્કેલી એ છે કે આપણી પાસે માં હાજર હોય, 
આસપાસ હરતી- ફરતી હોય ત્યાં લગી 
માં શું છે એની ખબર પડતી નથી. 
એ માને ગુમાવી બેસીએ ત્યારે જ આપણને 
શું ગુમાવ્યું છે એનો તીવ્ર એહસાસ થાય છે. 
માતાને પૂરી જોયા કે જાણ્યા પહેલા જ 
જે માણસ માતા વિહોણો થઇ ગયો હોય 
                                                           




બાળમેળો

 આજ રોજ પ્રભુનગર પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરેલ હતું. જેમાં કાગળકામ, ચિત્રકામ, ચિટકકામ, છાપકામ, બાળગીત, અભિનયગીત, બાળવાર્તા, નાટક, માટીકામ જેવી વિવિધ પ્રવૃતિમાં બાળકોએ ભાગ લઇ ખુબ આનંદ કર્યો. જેની થોડી ઝલક  આપ સૌના માટે. 



રંગોળી સ્પર્ધા



બાળકોને આપણે વિશ્રાંતિ આપીએ છીએ પરંતુ એમને તો એની પણ ક્યાં જરૂર હોય છે એ તો સતત કૈકને કૈક નવું શીખતા જ રહે છે. બાળકો અનુકરણશીલ હોય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અહી રજુ કર્યું છે. શાળાની કમ્પાઉન્ડ વોલનું ચણતર ચાલતું હોય કડીયાભાઈની નકલ કરી ઘર બનાવતા તથા તેમના જેવા સાધનો પોતાની આપસૂઝથી બનાવતા બાળકો. શું તમને આવું ક્યારેય સુઝ્યું છે?
ગાંધીજીના જીવનપ્રસંગોનું નાટ્યકરણ કરતા બાળકો 
બાળકોએ બનાવેલચાડિયાની પ્રતિકૃતિ સાથે કાવ્યગાન કરતા બાળકો. બાળકોને આઝાદી આપો પછી જુઓ કે એમને શીખવવા જેવું તો આપણી પાસે કઈ જ નથી. 
પોતાના શિક્ષકના માર્ગદર્શન  હેઠળ માહિતી એકત્ર કરી પ્રોજેકટકાર્ય કરતા બાળકો 

Monday, October 22, 2012

ગરબા મહોત્સવ ૨૦૧૨

અંબા આવો તો રમીએ ....................
આઠમના નોરતે ગરબે ઘૂમી રહેલ ખેલૈયાઓ 

Thursday, October 18, 2012

વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી

આજના આધુનિક યુગમાં સયુંકત કુટુંબ પ્રથાનો લોપ થઇ રહ્યો છે. કોઈ રોજી રોતી માટે તો કોઈ ઘરના વાતાવરણ કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કુટુંબથી દુર રહે છે ત્યારે આજનું બાળક દાદા દાદીના સ્નેહ અને વાત્સલ્યથી તદન અજાણ રહે છે. બાળકો દાદા દાદીનો સ્નેહ શું હોય તે જાણે તે હેતુ થી શાળામાં વિશ્વ વૃદ્ધ દિનના દિવસે ગામના દ્દાદાદાડીને બોલાવી તેમનું સન્માન કરાવ્યું તથા દાદા દાદી દ્વારા બાળકોને વાર્તા કહેવડાવી . આ પ્રસંગથી બાળકો તો આનંદિતથયા જ્થયા પરંતુ દાદા દાદી પણ ખુબ ભાવ વિભોર થયા.

s.m.c. સભ્યોની તાલીમ


પ્રભુનગર પ્રાથમિક શાળામાં S.M.C સભ્યોની બે દિવસીય તાલીમ યોજાઈ.જેમાં અધ્યક્ષશ્રી, સભ્ય સચિવ, બે મહિલાવાલી, બે પુરુષ વાલી એમ છ સભ્યોએ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો. તથા શાળાની પ્રગતિ માટેની યોજનાઓ ઘડવામાં આવી.  

પુરક પોષક આહાર


s. m. c. સભ્ય દ્વારા બાળકોને પારલેજી બિસ્કીટ તથા ચણાનો નાસ્તો. 

લાડુનું જમણ

હીરા કાકા તરફથી બાળકોને દેશી ઘીના લાડુનું જમણ