Sunday, January 7, 2018

કારીગરોની મુલાકાત

બાળકોને સુથાર, લુહાર, ડોક્ટર, શિક્ષક, કડિયો, પશુપાલક , દરજી વગેરેની બાળકોને મુલાકાત કરાવી. જેથી બાળકો આપણા વ્યવસાયકરોને નજીકથી જાણે તથા આપણા જીવનમાં તેમના મહત્વને જાણે જેથી તેઓ સમજી શકે કે કોઈ કામ નાણું નથી હોતું. દરેકનું એક અલગ મહત્વ હોય છે. 

જાહેર સ્થળોની મુલાકાત

બાળકોને રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન,મંદિર, આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, બાગ જેવા જાહેર સ્થાનોની  મુલાકાત કરાવી . 
               જોયેલું - અનુભવેલું ક્યારેય ભૂલી શકાતું નથી. અને બાળકો ખુબ જ સરળતાથી શીખી જાય છે.



   

Saturday, January 6, 2018

પર્યટન - ઉજાણી

કીમ બાગમાં બાળકોએ રમતો રમી લપસણી, હીચકા જેવી ઘણા રમતોના સાધનો ઉપર મઝા કરી . શ્રી રાજનભાઈએ બાળકોને તિથીભોજન પણ કરાવ્યું. બાળકોએ ખુબ આનંદ કર્યો. 








SPORTS DAY

શાળામાં  શિયાળુ રમતોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં કોથળા કુદ, દોડ, ત્રીપાગી દોડ ,એક મીનીટમાં કેટલા બિસ્કીટ ખાશો?. સ્લો સાયકલ, લીંબુ ચમચી, દેડકા દોડ , સંગીત ખુરશી, જેવી રમતો હતી. આ રમતોત્સવમાં બાળકોએ તો હોંશ ભેર ભાગ લીધો. સાથે સાથે એમના વાલીઓએ પણ ભાગ લીધો. 

 





રંગોળી સ્પર્ધા




ગરબા સ્પર્ધા

નવરાત્રી દરમ્યાન શાળામાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો.  

આજનો દિપક

શાળાના નાનકડા મીતના જન્મ દિને તેણે બાળકોને બિસ્કીટનો નાસ્તો આપ્યો. 

તિથિ ભોજન

રાજનભાઈ (ગાયત્રી ટેલર્સ ) તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. 

જન્મ દિનની ઉજવણી

પ્રભુનગરમાં જ રહેતા ભરતભાઈના પરિવારે પોતાના દીકરાનો પ્રથમ જન્મ દિવસ અમારી શાળાના બાળકો સાથે ઉજવ્યો. 

તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો

શાળાના બાળકો સી. આર. સી. કક્ષાએ પ્રથમ આવી તાલુકા કક્ષાએ ભાગ લીધો.


તિથિભોજન

પવનભાઈ તરફથી પોતાના પિતાની પુણ્ય તિથીએ બાળકોને દાળભાત, શાક, લાડુનું જમણ આપવામાં આવ્યું

તિથીભોજન

હિરેનભાઈ તરફથી શાળાના બાળકોને ૧૨ દિવસ સુધી જુદો જુદો નાસ્તો આપવામાં આવ્યો તથા ત્રણ દિવસ તીથીભોજન આપવામાં આવ્યું. 


તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધા

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શાળાની નાનકડી નયનાએ  શાળામાં પ્રથમ ક્રમ મેળવી સી. આર. સી કક્ષાએ પણ પ્રથમ આવી તાલુકા કક્ષાએ ભાગ લીધો. 

ઇકો ફ્રેન્ડલી વિલેજ તથા ચાઈલ્ડ રાઈટ્સ

ઇકો ફ્રેન્ડલી વિલેજ તથા ચાઈલ્ડ રાઈટ્સ દક્ષિણ ઝોનના વર્ક શોપમાં ભાગ લીધો. 

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

તારીખ ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. 




Monday, January 1, 2018

હિન્દી દિવસની ઉજવણી

હિન્દી દિવસના દિવસે બાળકોને હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું. તથા આ દિવસે આખો દિવસ વ્યવહારમાં હિન્દી ભાષાનો જ ઉપયોગ કરવાનું રાખ્યું. 

છાપકામ

સિક્કા તથા વસ્તુની મદદથી છાપકામ કરતા બાળકો 

સી . આર. સી. કક્ષાનો વિજ્ઞાન મેળો

સી. આર. સી. કક્ષાના વિજ્ઞાન મેળામા શાળાના ધોરણ ૫ ના બાળકોએ ભાગ લીધો . વિજ્ઞાન મેળામા વિભાગ ૪ માં બાળકોએ ભાગ લઇ પ્રથમ ક્રમ મેળવ્યો. 

 

જન્માષ્ટમી

જન્માષ્ટમી નિમિતે શાળામાં મટકી શણગાર તથા વાલીઓ અને ગ્રામજનો તથા SMC સભ્યો સાથે મળી મટકી ફોડના કાર્યક્રમ કર્યો. 




૧૫ મી ઓગસ્ટ




સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ બાળકો સાથે મળી વૃક્ષારોપણ , દેશ ભક્તિ ગીત તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. તથા સ્વાતંત્ર્ય દિનની શુભ સવારે વાલીઓ, વડીલો તથા SMC સભ્યો અને ગ્રામ પંચાયત સભ્યો સાથે ભારત માતાની વંદના કરી તથા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ગૌરવની લાગણી અનુભવી. ગામના પ્રથમ નાગરિક એવા શ્રીમતી જ્યોત્સના બેને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. ગામના તલાટી કામ મંત્રી શ્રીએ સૌને શપથ લેવડાવ્યા. આશાવર્કર  બહેને રોગો વિષે માહિતી આપી તથા તેના ઉપાયની જાણકારી આપી. સૌએ મળી ખુબ રંગે ચંગે આઝાદીના પર્વની ઉજવણી કરી.