Sunday, February 9, 2014

સરસ્વતી વંદના

આમ તો વસંત પંચમીનું દરેક વ્યક્તિ માટે અનેરું મહત્વ છે. દરેક પોતાના શુભ કાર્ય માટે આ દિવસને પસંદ કરે છે. પરંતુ એક વિદ્યાર્થી માટે આ દિવસનું એક અનેરું મહત્વ છે કારણ કે આ દિવસને માં સરસ્વતીનો પ્રાગટ્યદિન કહેવાય છે. દરેક વિદ્યાર્થી એ મા સરસ્વતીના ઉપાસક છે. બાળકોએ સમુહમાં મા સરસ્વતીનું પૂજન કર્યું. તથા ધોરણ ચાર અને પાંચના બાળકોએ એમના ફ્રી સમયમાં  નાના ભાઈ બહેનોને વિદ્યાભ્યાસમાં પડતી મુશ્કેલીમાં મદદ કરવાનો સંકલ્પ કર્યો. 

ગાંધી નિર્વાણ દિન

બાળકોએ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને તેમના નિર્વાણ દિને ફૂલ તથા સુતરની આંટી ચડાવી શ્રદ્ધાંજલિ આપી. આચાર્ય શ્રીએ ગુરુ વાણીમાં બાળકોને ગાંધીજીના જીવન પ્રસંગો કહી એમાંથી પ્રેરણા મેળવવા કહ્યું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો આપણા રાષ્ટ્રપિતા વિષે જાણે તથા આપણે  પણ આપણું જીવન એમણે આપેલા આદર્શો પર ચલાવીએ તેવું બનાવીએ. કહેવાય છેકે કુમળો છોડ વાળીએ તેમ વળે તેથી જ આ ઉમરે શીખેલી વાત બાળકો જીવનભર યાદ રાખે છે. તેથી એમના જીવનને આદર્શ માર્ગે વાળવાનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. 

અવાજ

બાળકોને અવાજ એકમની વિસ્તૃત સમજ માટે કેટલાક પ્રયોગ તથા પ્રવૃત્તિ કરાવી કે જેના દ્વારા બાળકો સરળતાથી એકમ સમજી શકે જેની આછેરી ઝલક જુઓ. આ પ્રવૃત્તિમાં ચાના બાળકો કપમાંથી બનાવેલ ફોન દ્વારા હવાના તરંગો તથા ધ્રુજારી દ્વારા અવાજ ઉત્પન્ન થાય છે તે જાણે તથા તેણેફોનની રચનાની માહિતી મેળવે .                   આ પ્રવૃત્તિ દ્વારા ચમચી  વગાડવાથી ઉત્પન્ન થતી ધ્રુજારીને કારણે રાઈ  ઉછળે છે.
 બાળકોએ પોતાની જાતે ટકટકિયુ બનાવી અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે જાણ્યું. આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકોએ સરળતાથી જાણ્યું કે અવાજ કેવીરીતે ઉત્પન્ન થાય છે. આ પ્રવૃતિઓ દ્વારા જ્ઞાન મેળવવું કંટાળાજનક બનતું નથી. તતઃ શિક્ષક્નુ કામ સરળ થઇ જાય છે. 

પ્રજાસતાક દિન નિમિતે બાળકોને ભેટ

પ્રજાસતાક દિન નિમિતે શ્રી જગદીશભાઈ પટેલ તરફથી બાળકોને એમના જીવન ઘડતરમાં ઉપયોગી એવા પુસ્તકોની ભેટ આપવામાં આવી. 

સ્વામી વિવેકાનંદ રાજ્ય સ્તરીય સ્વાધ્યાય માળા

સ્વામી વિવેકાનંદ રાજ્ય સ્તરીય સ્વાધ્યાય માળા ભરવા બદલ ધોરણ ચાર અને પાંચના બાળકોને સર્ટીફિકેટ આપવામાં આવ્યા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોનું બાહ્ય અધ્યયન વધે છે. સ્વામીજીના જીવનથી પરિચિત થાય છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઇ શકે છે. ઈતર વાંચનનો શોખ કેળવાય છે. 

Thursday, February 6, 2014

પ્રજાસત્તાકદિનની ઉજવણી

પ્રજાસત્તાક દિન નિમિતે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલ હતો. બાળકોને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. દાતા તરફથી વાલી  અને બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી બાળકોમાં આપણો સાંસ્કૃતિક વારસો જળવાયેલો રહે. આપણી અસ્મિતા ઉજાગર થાય. બાળકોમાં દેશ પ્રેમ તથા દેશ પ્રત્યે ગૌરવ વધે. બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિનો વિકાસ થાય.