Friday, January 27, 2012

મુલાકાત

 સુથારભાઈ લાકડું લઈને      
  કરવત વડે કાપે 
ટેબલ ખુરશી કરવા માટે 
આડું ઉભું માપે. 
 દૂધ અને દૂધની બનાવતો વિષે માહિતી આપતા બાળકોના વહાલા શિવ લાલકાકા . 


વાળંદના વ્યવસાય અને ઓજારો વિષે માહિતી આપતા શ્રી અરુણભાઈ જગતાપ. 

26 મી જાન્યુઆરીની ઉજવણી



wel come song 

માંત પિતા મને વહાલા 
એ પાયે પ્રેમના પ્યાલા 
પરચા પ્રણામ કરવાની આ વાત છે.  


ખુદા હોવાની સાબિતી માંગતા ફકીરને ઘંટી ચલાવી પેટીયું રળતા ડોશીમાં પોતાની સીધી સરળ વાણીમાં ખુદા હોવાની સાબિતી આપતા ડોશીમાં .


 
 ઇન્કલાબ ઝીંદાબાદ 
ભારત માતા કી જય 
અમારી શાળાના ભગતસિંહ                          



















ધો. ૧ થી ૩ વાળી અમારી પ્રભુનગર વર્ગ શાળાના  નાનકડા ભૂલકાઓએ મને પૂછ્યું , સર, આપણે પણ ધ્વજ વંદન પછી પ્રોગ્રામ કરીએ તો? એમનો ઉત્સાહ જોઈ અમે તરત જ હા પાડી અને કાર્યક્રમની તૈયારીઓ શરુ થઇ. જેમાં પ્રાર્થના, wel come song, યોગાનો સમાવેશ કરી દેશ ભક્તિ ગીત પર સુંદર ડાન્સ, માતાપિતાનો મહિમા દર્શાવતું સુંદર ગીત,અભિનય ગીત, ધોરણ ૩ નો એકમ સૌનો માલિક એક એકમ આધારિત નાટક તથા સ્વાતંત્ર્યસેનાનીઓની વેશભૂષા જેવા કાર્યક્રમ રજુ કર્યા. 

Wednesday, January 25, 2012

થ્રેડ પેઈન્ટીંગ



ઓઈલ પેઇન્ટિંગ

પ્રવૃત્તિ કરી બતાવતા શિક્ષક્ તથા નિદર્શન કરતા બાળકો   














જાત અનુભવથી પ્રવૃત્તિ કરતા બાળકો 

રમતોત્સવ

 લીંબુ ચમચી


કોથળા કુદ 
સિક્કા શોધ

Monday, January 23, 2012

જીલ્લાના પુસ્તક મેળામાં................

 
s.s.a.m. સુરત આયોજિત પુસ્તક મેળો પ્રા. શા.     ચાંદદેવી , સરભોણ તા. બારડોલી મુકામે યોજાય ગયો. જેમાં ક્લસ્ટર કક્ષાએ ૧૧ સભ્યોની ટીમ બનાવી પુસ્તક મેળામાં પુસ્તકોની ખરીદી કરવાની હતી. આ ટીમમાં ૪  વિદ્યાર્થીઓ  તથા ૩ વિદ્યાર્થીનીઓની સામેલગીરી હતી, વળી પુસ્તકોની પસંદગી વિદ્યાર્થીઓ દરેક વિભાગવાર જાતે કરે તે બાબત અત્યંત સરાહનીય છે.
               



જો મારે આખી દુનિયા એક જ જગ્યાએ બેસીને જોવી હોય તો એક જ વિકલ્પ છે.- પુસ્તકો 

પતંગોત્સવ

ઉડે પતંગ રંગદાર આભમાં
ઉડે પતંગ રંગદાર ગગનમાં


ચાંદા ને ચોકડીનો જામ્યો છે પેચ અલ્યા







જોજો પ્રિયંકાબેન  જોજો અનમોલભાઈ
જોજો ના આંગળા કપાઈ હાથના .


લે તલની ચીકી , લે દાળીયાની ચીકી
હાલોને રમીએ ગીસીપીસી ,ગીસીપીસી







શાળામાં દર વર્ષે ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે . બાળકો અને શિક્ષકો સાથે મળીને બોર, તલના લાડુ, મમરાના લાડૂની ઉજાણી કરે છે. 

મેળાની મોજ

ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ. મેળામાં તે શેમાં જઈએ? મેળામાં તે કારમાં જઈશું.





મેળામાં જઈ શેમાં બેસીશું? મેળામાં જઈ ચકડોળમાં બેસીશું. મેળામાં જઈ શું શું લેશું? બહેન માટે ઢીંગલી લેશું, ભાઈ માટે ફુગ્ગા લેશું. મેળામાં જઈ શું શું ખાશું? મેળામાં જઈ પાણીપુરી ,આઈસ્ક્રીમ ખાશું. 

Sunday, January 22, 2012

સ્વામી વિવેકાનંદ જયંતિ

સ્વામીજી તો આપણા દેશનું એક અમુલખ ઘરેણું છે . બાળકો એમના જીવનમાંથી થોડું ઘણું પણ શીખે તો ઘણું છે. આ હેતુથી સ્વમીશ્રીજીની જન્મ જયંતિ ઉજવી. જેમાં શાળાના શિક્ષકો તથા બાળકોએ સ્વામીજીની જન્મ જયંતિ એમને પુષ્પાંજલિ અર્પી તથા તેમના જીવન પ્રસંગોની વાતો બાળકોને કરી.

વાચન પર્વ

 તા. ૨ થી વચન પર્વની શરૂઆત થઇ જેમાં આ બધી પ્રવૃત્તિ થઇ.




Friday, January 20, 2012

નાતાલની ઉજવણી


નાતાલની ઉજવણી નિમિતે બાળકોએ નવા વર્ષના આગમનની તૈયારી રૂપે કરેલ વર્ગ શણગાર  જોઈ શાંતાકલોઝ પણ બાળકો માટે ચોકલેટ, ફુગ્ગા, બિસ્કીટ,અને ગીફ્ટ લઈને આવી પહોચ્યા.



s.m.c. મીટીંગ




s.m.c.મીટીંગમાં સી. આર. સી. કક્ષાએ  યોગ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા અધ્યક્ષ તથા સભ્યશ્રી. 

ક્લસ્ટર કક્ષાનો રમતોત્સવ


                 આ છે અમારી શાળાના યોગ વીરો. સી .આર . સી . કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર .


ખેલ મહાકુંભ


                       આ ખેલ મહાકુંભમાં શાળાના બાળકોએ યોગાસનમાં ભાગ લીધો હતો.

આ ઉપરાંત એથ્લેટિકવિભાગની સ્પર્ધાઓમાં પણ શિક્ષક્ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ જ છે આપણા ભાવિ રમતવીરો. 

ખેલ મહાકુંભ


ખેલ મહાકુંભ એ એક એવો કાર્યક્રમ છે કે જે રાજ્યની પ્રતિભાઓને નવો ઓપ આપે . આ કાર્યક્રમમાં ૦૬ થી ૪૫ થી ઉપરની વયજૂથના દરેક નાગરિકો ભાગ લઇ શકે છે. તથા પોતાના રસની રમતમાં આગળ વધી શકે.
     






   ચેસ એ બુદ્ધિની રમત છે .મગજની કસરત છે. અમારી શાળાના સિક્ષિકબહેને આ રમતમાં ભાગ લઇ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો .






શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ



કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.
આ કહેવત પ્રમાણે આપણી શાળામાં આવતા બાળકો પણ જાતે સારા હશે તો જ તે દરેક પ્રવૃતિમાં ઉત્સાહથી જોડાઈ શકશે .તે માટે બાળકોનું આરોગ્ય સારું રહે તે માટે શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ પણ એટલો જ જરૂરી છે.આપણા દેશના ભાવિનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રભુ પ્રાર્થના .

Thursday, January 19, 2012

રંગોળી સ્પર્ધા




ભલે અમે રહ્યા નાના પણ કામ કરીએ મોટા
ક્યાંય ના મળે અમારા જોટા