Sunday, December 29, 2013

નાતાલની ઉજવણી

બાળકોમાંથી એકને શાંતાકલોઝ બનાવી બાળકોને કલ્પનાની દુનિયામાં લઇ ગયા. નાતાલ નિમિતે ધોરણ ત્રણથી પાંચના બાળકોએ વર્ગ શણગારની પ્રવૃત્તિ કરી પોતાની આગવી સુઝ અને સમૂહ ભાવનાનું પ્રદર્શન કર્યું. બાળકોએ ભેગા મળી દરેકની વાત સંભળાવી અને તે પ્રમાણે કામ કરવાની વાત સમજી. આ પ્રવૃતિને વાલીઓએ નિહાળી તથા બાળકોને ક્રિસમસના અભિનંદન આપ્યા. 

Friday, December 20, 2013

તાલુકા કક્ષાનો રમતોત્સવ

રમતોત્સવમાં યોગ સ્પર્ધામાં શાળામાંથી કુમાર, કન્યા, તથા શિક્ષિકા


બહેને ભાગ લીધો હતો જેમાં સી.આર.સી. કક્ષાએ ત્રણેય પ્રથમ સ્થાને રહી તાલુકામાં મુળદ કેન્દ્ર વતી નેતૃત્વ કર્યું હતું .

શાળા કક્ષાએ સ્પર્ધાઓ

શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી સ્પર્ધા યોજવામાં આવી જેમાં બાળકોબીજાની ખૂબીને સ્વીકારતો થાય જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એ ભાગ લીધો. જેના દ્વારા બાળકોના અક્ર સુધારે,બાળક વિચારતો થાય તથા તેનામાં નૈતિક હિંમત આવે. 

મુલ્ય લક્ષી શિક્ષણનો વિકાસ

શાળાની ધોરણ ૨ ની બાળાને શાળાના મેદાનમાંથી ૧૦૦ રૂપિયા મળ્યા. તે બાળાએ એ પૈસા પોતાની પાસે રાખી ના લેતા ધોરણ ૫ માં  ભણતી પ્રિયંકાને જાણ કરી અને પ્રિયંકા તેને લઇ મારી પાસે આવી. સર પુરમને મેદાનમાંથી ૧૦૦ રૂપિયા મળ્યા. બંને બાળાઓએ તો પ્રમાણિકતા દાખવી જ દાખવી પણ પછી મેં બધાને કહ્યું કે કોના પૈસા પડી ગયા તો બધા જ બાળકો પ્રમાણીકતાથી બોલ્યા અમારામાંથી કોઈના નથી. આને જ કહેવાય મૂલ્યલક્ષી શિક્ષણ . સંજોગવસાત તે દિવસે એસ.એમ. સી. મીટીંગ હોય સૌ સભ્યોએ પણ બાળાને બિરદાવી અને એસ.એમ. સી. અધ્યક્ષાએ તેને શાબાશી આપી .

ચાલો જઈએ મેળે

ધોરણ ૧ ના બાળકોના એકમ ચાલો જઈએ મેળે અંતર્ગત બાળકોને બાજુના ગામમાં ભરાયેલ મેળે લઇ ગયા. જેથી બાળકો એકમનું વિસ્તૃત જ્ઞાન મેળવી શકે. આ મેળામાં ફક્ત ધોરણ એકના જ નહિ પરંતુ બધાજ ધોરણના બાળકોને લઇ ગયા. જેથી દરેક બાળકો મેળાનો આનંદ માંણી શકે. બાળકોમાં સમૂહ ભાવનાનો વિકાસ થાય., મોટા બાળકોને એમનાથી નાના બાળકોની સંભાળ લેવાની જવાબદારી સોપી જેથી એમનામાં સમૂહ ભાવના વિકસે, ઘરમાં માતા પિતા દ્વારા સોપવામાં આવેલી  જવાબદારી નિભાવી શકે.આ પર્યટનમાં એસ. એમ. સી. ઉપાધ્યક્ષ પણ જોડાયા. મેળામાં બાળકોને ચગડોળમાં બેસાડવા, લઇ જવાનો બધો ખર્ચ શાળાના આચાર્યે ઉપાડ્યો. 


એસ. એમ. સી. મીટીંગ

એસ. એમ. સી તાલીમ સમજતા એસ. એમ. સી. સભ્યો


પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે.

પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે તે સાબિત કરતા બાળકો

ઉજાણી

શાળાના બાળકો વનવગડા કે ખેતરોથી પરિચિત થાય , બાળકોને ખુલ્લી હવા તથા ઘોઘાટવાળા વાતાવરણથી દુર પ્રકૃતિનો આનંદ માણે તે હેતુથી બાળકો માટે વનભોજન - ઉજાણીનું આયોજન કર્યું.

 બાળકોને રમવાની અને એમના હસતા ચહેરા જોવાની અમને ખુબ મઝા આવી

રન ફોર યુનીટી

સરદાર પટેલની પુણ્યતિથિએ ઓલપાડ તાલુકામાં  યોજાયેલ રન ફોર યુનીટી

 કાર્યક્રમમાં શાળાના શિક્ષકોએ ભાગ લીધો 

Saturday, December 14, 2013

બાળ મેળો

આ વર્ષે બાળ મેળાની થીમ સ્ટેચ્યુ ઓફ યુનીટી -સરદાર પર હતી જેંઅંતર્ગત  શાળાના s.m.c. સભ્યો, ગ્રામજનો તથા મુળદ કેન્દ્રના c.r.c ko.o.એ હાજરી આપી. આ થીમ અંતર્ગત શોભા યાત્રા, બાળ સરદારની વેશભૂષા, સરદાર પટેલ પર બાળાનું વક્તવ્ય, સરદાર પટેલના જીવન આધારિત પુસ્તકો, ફોટાઓનું પ્રદર્શન યોજ્યું. આ ઉપરાંત બાળ મેળા અન્વયે  કુતુહલપ્રેરક પ્રવૃતિઓ, ચીટક કામ,કાગળકામ, ચિત્રકામ, બાળ વાર્તા, નાટક, અભિનયગીત, બાળગીત, રમત, માટીકામ છાપકામ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી. આદરેક પ્રવૃતિમાં સૌએ ખુબ આનંદથી ભાગ લીધો. 

બાળ મેળો

Friday, December 13, 2013

જીવન વ્યવહાર કોઈને શીખવાય નહિ.......................!

જીવન વ્યવહાર એ કોઈને શીખવવાની વસ્તુ નથી એ તો આપોઆપ કેળવાય છે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ મેં આજે જોયું. હેલ્થ કોર્નરમાં નેઈલ કટર છુટું પડેલું જોઈને મારા વર્ગમાં ભણતી પ્રિયંકા તે લઈને મારી પાસે આવી. મને કહે સર, આ નીલકટર કોઈએ તોડી નાખ્યું. મેં એને જોઉં તે છુટું પડેલું હતું. મેં એને કહ્યું આ તૂટ્યું નથી બેટા, એ છુટું પડી ગયુંછે. ચાલ આપણે એને જોડી દઈએ. ઘણું મથવા છતાં એ ના જોડાયું આ બધું મારા જ વર્ગનો મેહુલ જોતો હતો અમારી મથામણ જોઈ પાસે આવી કહે લાવો સર હું જોડી દઉં અને લગભગ એક મિનિટથી પણ ઓછા સમયમાં એનેઈલ કટર જોડીને મારા હાથમાં મૂકી દીધું. હુતો એને જોતો જ રહ્યો અને જાણે કઈ જ ના થયું હોય એમ એ જઈને વર્ગમાં બેસી ગયો.આ ઘટના પરથી મને કેળવણીનું પેલું સુત્ર યાદ આવ્યું કે  શિક્ષક બાળકને શીખવી ના શકે પરંતુ તે શીખતો થાય તેવા સંજોગો પેદા કરી શકે. જોકે આ સંજોગ મેં  પેદા નહોતા કર્યા પણ અહીતો એ નાનો ટાબરીયો મને શીખવી ગયો.

   

Friday, December 6, 2013

સમયનું માપન

સમય માપનની આ પ્રવૃત્તિ દ્વારા બાળકો જાણી  શકે છે કે પહેલાના જમાનામાં જયારે ઘડિયાળનો આવિષ્કાર નહોતો થયો ત્યારે માણસો સમય જાણવા માટે અવનવી રીતો અપનાવતા.  તેમની પડછાયા દ્વારા સમય માપવાની  રીતનો ઉપયાગ કરી સમય માપનની પ્રવૃત્તિ કરતા બાળકો.


શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

મેડીકલ ઓફિસર દ્વારા  શાળામાં બાળકોની આરોગ્યની તપાસ તથા વૃક્ષારોપણ  કાર્યક્રમ  












 

દિવાળીની ઉજવણી




બાળકનો સર્વાંગી વિકાસ શાળામાં જ થાય છે. જે બાળક ઘરે ફટાકડા ફોડતા ડરે છે. તેને પણ અમારી સાથે ફટાકડા ફોડવાની ખુબ મઝા આવી. બાળક સમુહમાં કામ કરે છે તેથી તેની બીક ડર દુર થાય છે.  

રંગોળી સ્પર્ધા

સાચું જ કહ્યું છે કે આપણી અંદર રહેલી કલાને ઉમર સાથે કોઈ લેવા દેવા નથી. જે રંગોળી પાડતા આપણને મુશ્કેલી  પડે  છે તે રંગોળી ધોરણ ૧થિ ૫ ના બાળકો આનદથી અને કંટાળ્યા વગર સહજતાથી પાડે છે. અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકમાં સર્જન શક્તિ, તથા ચિત્ર કલાનો વિકાસ થાય છે.


પૂરક પોષણ આહાર

દાતાશ્રી તરફથી બિસ્કીટ અને ચોકલેટ આપવામાં આવ્યા. 

Thursday, December 5, 2013

ખાદ્ય ઉત્પાદકો તથા કારીગરોની મુલાકાત

બાળકોએ ખાદ્ય ઉત્પાદકો તથા કારીગરોની રૂબરૂ મુલાકાત લઇ તેમના વિશેની જાણકારી મેળવી. કોઈ કામ નાનું કે મોટું નથી હોતું દરેકનું પોતાનું આગવું મહત્વ હોય છે. કોઈ પણ વ્યવસાય નાનો નથી હોતો કે નથી નાનો હોતો એવ્યવસાય કરનાર. બાળક સમાજના દરેક સેવક પ્રત્યે સમાનતા કેળવે તથા પોતે મુલાકાત લઇ તે વ્યવસાય વિષે જાણે તે હેતુથી બાળકને શક્ય એટલા વ્યવસાયકરોની મુલાકાત કરાવી જેમાં પશુપાલક, ડેરી, વાળંદ, લુહાર, સુથાર, ભાદ્ભુજો વગેરેની મુલાકાત કરાવી. 

 


નદી કિનારાનું પર્યટન

ફરવાનું દરેકને ગમે છે પછી ભલે તે મોટા હોય કે નાના બાળકો. જયારે પર્યટન જવાની વાત કરી ત્યારે તેઓ એટલા ઉત્સાહમાં આવી ગયા કે સ્થળ વિષે પૂછવાની દરકાર રાખ્યા વિના બધા ઝડપથી કારમાં ગોઠવાયા.અને અમે ઉપડ્યા કીમ નદીએ. નદીમાં જઈબાળકોએ જે મઝા કરી એનું તો વર્ણન શક્ય જ નથી. તેઓ નદી છબછબીયા કરી પાણીનો આનંદ માણ્યો. રેતીમાં રમ્યા અને શંખલા છીપલા પણ વીણ્યા. ખુબ મઝા કરી બાળકો પાછા ફર્યા. તેમના ચહેરા પરનો આનંદ જોઈ હું પણ ભાવ વિભોર થયો. 


જાહેર સ્થળોની મુલાકાત

ગ્રામ પંચાયતની રચના, કામગીરી તથા ફરજો વિષે માહિતી આપતા મુળદ ગામના સરપંચ શ્રી.                  
પોસ્ટ ઓફિસ વિષે માહિતી પૂરી પડતા સાહેબશ્રી. 



પોલીસ સ્ટેશનમાં કાયદા અને વ્યવસ્થા વિષે બાળકોને માહિતગાર કરતા સાહેબશ્રી. 


 







બેન્કની મુલાકાત તથા તેની ઉપયોગીતાની જાણકારી 



પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ તથા સારવાર માટેની માહિતી પૂરી પડતા ડોક્ટર સાહેબ.









રેલ્વે સ્ટેશનની મુલાકાત 















મંદિરની મુલાકાત
 આ બધા જાહેર સ્થળોની મુલાકાતથી બાળક પોતે જાતે પરિચિત થાય છે. તે આ સંસ્થાઓની કામગીરી તથા તેને પર પાડવા માટે સંસ્થાના અધિકારીઓ કેવો અથાક પરિશ્રમ કરે છે તે જાણે. ઉપરાંત આ સંસ્થાઓની કામગીરી પણ જાણે છે. અને કહેવાય છે કે સાંભળીને શીખે એના કરતા બાળક જોયને ઝડપથી શીખે છે અને આ જ્ઞાન તેને લાંબો સમય સુધી યાદ રહે છે. તે સમાજના દરેક વ્યક્તિને હકારાત્મક અભિગમથી જુએ છે.