Saturday, September 5, 2015

માનનીય મોદી સાહેબનો વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ




શિક્ષકદિન નિમિત્તે માનનીયમોદી સાહેબનો વિદ્યાર્થીઓ સાથેનોવાર્તાલાપશિક્ષકો,વિદ્યાર્થીઓ,વાલીઓ,એસ.એમ'સી ના સભ્યશ્રીઓ સાથે નિહાળ્યો.દેશસેવા જીવનની રોજબરોજની ઘટનામાં કઈ કઈ રીતે કરી શકાય તેની વાત સહજતાથી સૌના  હૃદયને સ્પર્શીગઈ.મોદીસાહેબની રમૂજી શૈલીમાં વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરી બધાને ખૂબ ગમી. કાર્યક્રમ બધા માટે પ્રેરણાદાયી બની રહ્યો.અલબત્ત, મારી શાળા ૧ થી ૫ ની હોવાથી વિદ્યાર્થીઓને એમની ભાષામાં સમ
જ આપવી પડી.  

જન્માષ્ટમીણી ઉજવણી

શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાંકાન અને ગોવિંદાની ટોળીએ મટકી ફોડી.જેમાં વાલીઓ ,એસ.એમ.સી. સભ્યોએ ભાગ લીધો. 


Friday, September 4, 2015

આચાર્યશ્રીના જન્મ દિનની ઉજવણી


શાળાના આચાર્યશ્રીએ પોતાનો જન્મ દિન શાળાના બાળકો સાથે કેક કાપી ઉજવ્યો. બાળકો એટલા ભાવ વિભોર થયા કે જાણે પોતાના પિતાનો જન્મ દિન ઉજવતા  હોય એ રીતે એક બાળક તો ટેબલ ઉપર ચઢી કેક ખવડાવવા ગયો. ખુબ જ ભાવવાહી દ્રશ્ય!!!!!!!!!!!!!!! જન્મ દિન ગુરુવારે હોય બાળકોએ સુખડી સાથે કેકની લિજ્જત માણી હતી.

સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો

સી.આર.સી કક્ષાના વિજ્ઞાન મેળામા શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ-૪ ખેતી અને ખાદ્ય સુરક્ષામાં ઓટો વોટર  ઈરીગેશનનો પ્રોજેક્ટ રજૂ કરી પ્રથમ ક્રમ મેળવ્યો.


 

રક્ષાબંધનની ઉજવણી

શાળામાં  રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે શાળાની બાળાઓએ રક્ષાબંધનની ઉજવણી જરા અલગ અંદાજમાં કરવામાં આવી. બાળાઓએ ભાઈઓની સાથે સાથે વિશ્વના સૌથી પરોપકારી એવા વૃક્ષોને પણ રાખડી બાંધી. આ રીતે શાળાના બાળકોએ વૃક્ષોનો આભાર માન્યો. અને બાળકો વૃક્ષોનુ જતન અને સંવર્ધન કરવાની શીખ મેળવી.