Tuesday, September 18, 2012

બચત બેંક

શાળામાં બાળકોમાં બચતનું મહત્વ સમજે તથા પૈસાનું મહત્વ સમજે તે હેતુ થી બચત બેંક પણ ઉભી કરી છે. જેમાં બાળ કો પોતાને વાપરવા મળતા પૈસા તથા સગા સંબંધીઓ ધ્વારા મળતા પૈસા જમા કરાવે છે. તે પૈસાનો ઉપયોગ શિક્ષણ માટે જરૂરી સાધન સામગ્રી  લેવા માટે તથા પોતાના વાલીઓને જરૂર પડ્યે મદદ કરવામાં વાપરે છે. આ પ્રવૃત્તિ ધ્વારા બાળકોને બેંક વિષે કોઈ માહિતી આપવાની જરૂર રહેતી નથી .બેન્કની પ્રક્રિયામાંથી જાતે જ પસાર થાય છે.  

રસીકરણ

હાલમાં ચાલી રહેલ રસી કારણ ઝુંબેશ અંતર્ગત બાળકોને રસી મુકતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી. 

પુરક પોષક આહાર

આચાર્ય શ્રી તરફથી સમયાંતરે બાળકોને નાસ્તો આપવામાં આવે છે. તેના ભાગ રૂપે પેંડા અને છેવાડાનો નાસ્તો કરતા બાળકો. 

મધ્યાહન ભોજન

શાળામાં તારીખ ૩૧ ઓગસ્ટથી મધ્યાહન ભોજન  યોજનાની શુભ શરૂઆત થઇ. 

કુતુહલ પ્રેરક પ્રવૃત્તિ



તરાહની પ્રવૃત્તિ



Friday, September 7, 2012

તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો

તાલુકા કક્ષાના ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ રજુ કરતા બાળ વૈજ્ઞાનિકો
તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તથા ઓલપાડના ધારા સભ્ય શ્રીને કૃતિ વિષે સમજ આપતા બાળ વૈજ્ઞાનિકો. 

શિક્ષક્ દિન

આ દિવસની બાળકો ખુબ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.શિક્ષણ કાર્ય કરાવતા પ્રભુનગર પ્રાથમિક શાળાના એક દિવસના તાજગીથી ભરપુર શિક્ષકો.

બિસ્કીટ વાળા દાદા

પ્રભુનગર જેવા નાના ફળિયામાં પણ માનવતા મહેકાવનાર આ દાદા દર પૂનમે શાળાના બાળકોને પારલે જી બિસ્કીટ આપે છે. જાણે કે કુપોષણ સામે જંગ ના લડતા હોય!!!!!! 

દ્રશ્ય - શ્રાવ્ય સાધનો ધ્વારા કાવ્ય શિક્ષણ


આજનો દિપક

જે પ્રમાણે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ ઉજવાય છે તે જ રીતે શાળાના આચાર્ય શ્રીનો જન્મદિવસ ઉજવતા બાળકો 

વિવેક રથની મુલાકાત

વિવેક રથની મુલાકાત લેતા શાળાના આચાર્ય શ્રી