Monday, July 22, 2013

અલુણા વ્રત નિમિતે મહેંદી સ્પર્ધા



ગુરુ પૂર્ણિમા

Add caption


યુગોની પરંપરા છે કે ગુરુ વિના જ્ઞાન નહિ. ગુરુ ધારે તો શિષ્યને રાજા બનાવે  અને ધારે તો ભિખારી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચાણક્ય. ખરે ખર ગુરુ પૂર્ણિમાં ભગવાન વેદ વ્યાસજીના જન્મ દિન છે. આ રસપ્રદ વાત સૌએ જાણવા જેવી છે.                                                                                                                                                                  
                             અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસે બાળકોએ પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ લીધા. ગુરુ વંદનાનું મહિમા શ્લોક  દ્વારા કર્યું, ત્યારબાદ ગુરુ મહિમા વિષે પોતાના વિચારો રજુ કર્યા. 

તરાહની પ્રવૃત્તિ


ધોરણ -૧ ના બાળકો સાથે નવા અને નાના બની પ્રવૃત્તિ કરતા શાળાના બાળકો 

સૂર્ય પુત્રી તાપીની જન્મ જયંતી

સુરતની જીવાદોરી સમાન માતા તાપીની જન્મ જયંતી નિમિતે માં તાપી વિષે માહિતી લખતા બાળકો 

પુરક પોષણ આહાર

શિક્ષિક બહેનના જન્મદિન નિમિતે બાળકોને બહેનશ્રી તરફથી પુરક પોષણ આહાર 

વિશ્વ વસ્તી દિન

આજની પરિસ્થિતિ જોતા વધતી જતી વસ્તી વિષે પોતાની સમજ મુજબ પોતાનું વક્તૃત્વ આપતા બાળકો 

ગામનો ઇતિહાસ

       ગામનો ઇતિહાસ જણાવતા ગામના વડીલશ્રી 

Wednesday, July 10, 2013

બિલોરી કાચના પ્રયોગો

બિલોરી કાચથી અક્ષરો  મોટા દેખાય છે.
બિલોરી કાચની મદદથી કાગળ કેવી રીતે સળગે છે તેની જાતે મથામણ કરતા બાળકો.  
બિલોરી કાચથી  હાથ પર દાઝે છે તેનો અનુભવ કરતા બાળકો. 

Tuesday, July 9, 2013

શૈક્ષણિક કીટ

ગુ. રા. પા. પુ. મંડળ ધ્વારા મળેલી શૈક્ષણિક કીટનું વિતરણ . 

મેવલિયો

ધોરણ-૫ માં  મેવલિયો કાવ્યમાં મેઘને મનાવવા નીકળેલી બાળાઓ સાથે વર્ષાગીતનો  તાલ આપતા બાળકો. આજના આ શહેરી કારણના યુગમાં બાળકો આપણા લોકરિવાજોથી દુર થતા જાય છે ત્યારે બાળકોને મેઘના દેવ ઇન્દ્રને મનાવવા ગામડાની ભોળી બાળ કેવાકેવા પ્રયત્ન કરે છે તેની ઝાખી કરાવવા શાળામાં ધુન્ધીયા બાપજીની પ્રતિકૃતિ બનાવી તેને પીળી કરેણનો હાર પહેરાવી પોતાના માથા ઉપર એમને લઇ વરસાદને મનાવવા નીકળે છે . આ રીતે બાળકોનેઆ લોકગીતના ભાવ જગતથી વાકેફ કર્યા.

 

પુરક પોષણ આહાર

 ફળોના રાજાની જ્યાફત ઉડાવતા બાળકો અને તેમાં મદદ કરતા શિક્ષિકા  બહેન શ્રી.



શાળા તત્પરતાની પ્રવૃતિઓ



શાળા તત્પરતાની વિવિધ પ્રવૃતિઓમાંની એક 

શાળા પ્રવેશોત્સવ

આમ તો પહેલા પણ બાળકો શાળામાં પ્રવેશતા જ હતા. શાળામાં બાળકોનું આગમન સ્વાભાવિક હતું. આજે પણ છે. પણ આજે બાળકોનું આગમન શાળા અને વાલીઓ માટે એક અદકેરો ઉત્સવ બની રહ્યો છે. નાના નાના પગલા માંડી બાળક જયારે શાળામાં આવે છે ત્યારે શાળામાં જાણે વસંત ખીલી ઉઠી હોય એવું લાગે છે.આગળના ધોરણમાં ભણતા બાળકો જાણે આવનાર કોઈ સ્વજન ના હોય એમ એની સેવા સરભરામાં લાગી જાય છે ત્યારે સાચા અર્થમાં આ એક ઉત્સવ બની જાય છે. અહી આપ નિહાળશો શાળાના પ્રવેશોત્સવ રથમાં આવી રહેલ અમારા નવા નવેલા વિદ્યાર્થીઓ.