Tuesday, September 2, 2014

જ્ઞાન સપ્તાહ અંતર્ગત પ્રથમ દિવસની વિવિધ પ્રવૃતિઓ

જ્ઞાન સપ્તાહ અંતર્ગત ૧ તારીખે શાળા સંકુલની સફાઈ,શાળા સુશોભન, વર્ગ સુશોભન, રંગોળી, આદર્શ વાંચન બાળવાર્તા, કાગળકામ, માટીકામ, દાખલા ગણન, સુલેખન સ્પર્ધા, ઘડિયા ગાન જેવી પ્રવૃતિઓ કરી. 

 

 




 

gyan saptah

જ્ઞાન સપ્તાહ  અંતર્ગત ગ્રામ જનો,  શિક્ષકો ,  s.m.c. સભ્યો તથા બાળકોના સહકારથી  ગ્રામ સફાઈ 

પ્રવૃત્તિ- છાપકામ

છાપકામની પ્રવૃત્તિ માટે માર્ગદર્શન પૂરું પડતા  શિક્ષિકબહેન તથા પ્રવૃત્તિ માટે ઉતાવળા બાળકો 

પુસ્તકાલયનો ઉપયોગ

બાળકોની વાંચન ભુખ સંતોષતી શાળા લાઈબ્રેરી. તથા તેનો ઉપયોગ પોતાની જાતે કરતા બાળકો 

તિથી ભોજન

દિપકભાઈ મૈસુરિયા તરફથી શ્રાવણ માસમાં બાળકોને તીથીભોજન 
                   

પુરક પોષણ આહાર

દાતાશ્રી દ્વારા બિસ્કીટનો નાસ્તો. 

શિક્ષક કદી શીખવી શકતો નથી ફક્ત પ્રેરણા આપી શકે છે!!!!!!!!

સાચું જ કહ્યું છે કે બાળકને કદી શીખવવાની જરૂર પડતી નથી એને ફક્ત એનામાં રહેલા સત્વથી પરિચિત કરાવવાની જરૂર છે.બાળકને એની મંઝીલ નક્કી કરવામાં મદદ રૂપ થવાની ચાવી જ ફક્ત શિક્ષકે બનવું જોઈએ એની પાસે ઘણું છે તેનાથી ફક્ત માહિતગાર કરવાનું છે. આ વાતનું સચોટ ઉદાહરણ છે અમારો આ ધોરણ ૫નો નાનકડા મગજનો બાળક જેણે તેના તૂટેલા રમકડાની મોટરનો ઉપયોગ કરી તેની સાથે સેલ જોડી પંખો ફરતો કર્યો. હા, હમણા તો આ કાર્ય  કોઈ મોટું નથી પરંતુ જે બાળક અત્યારે આટલું વિચારી શકે તે આગળ જતા ઘણું કરી શકે છે.