Tuesday, February 28, 2012

બાળમેળો




                     




                    ચિત્રકામ








         કાગળકામ
    










               નાટક 












             બાળવાર્તા 












        ચીટકકામ 












                
               રમત
     






               
              માટીકામ 








આજ રોજ પ્રભુનગર પ્રાથમિક શાળામાં બાળ મેળાનું આયોજન થયેલ હતું. જેમાં છાપકામ, ચીટકકામ, માટીકામ, ચિત્રકામ, કાગળકામ, રંગપૂરણી, બાળગીત, અભિનયગીત, બાળવાર્તા, રમત, નાટક જેવી વિવિધ પ્રવૃતિમાં ભાગ લઇ બાળકોએ ખુબ આનંદ કર્યો.










Thursday, February 23, 2012

માતાના સંભારણા રૂપે તિથિભોજન


પ્રભુનગર પ્રા. શાળામાં      તિથિભોજન 











તિથીભોજનમાં  દાળ, ભાત,શાક, જલેબી, ખમણ, આરોગતા પ્રા. શા. રાજીવ નગરના બાળકો  












તિથિભોજનનો લાભ લેતા સમૂહ વસાહત પ્રા. શાળાના બાળકો 













          "તા. ૨૨/૦૨/૨૦૦૪ નાં દિવસે જયારે માતાશ્રીનું અવસાન થયું ત્યારથી અમે એવું પ્રણ લીધું કે જે માતાએ મને આજ સુધી ખવડાવી મોટો કર્યો તે માતાની સુવાસ હમેશા જીવંત રહે તે માટે જે શાળામાં હોઈએ તે શાળાના બાળકોને સારું તિથિભોજન હમેશા કરાવવું. આજે મારી માતૃશ્રીની આઠમી પુણ્યતિથિએ ત્રણ શાળાના બાળકોને તિથિભોજન આપ્યું."

                 માં વિનાનો રાંકડો માણસ 

માની વાત કરું છું ત્યારે 
થોડા ઈમોશનલ થઈ  જવાય છે.
હાસ્ય હાંશિયામાં ધકેલાઈ જાય છે.
એવું કહેવાયું છે કે :
આ જગત મધ્યે માથી વધીને એક પણ દેવી નથી.
પણ એમાં મુશ્કેલી એ છે કે,
આપની પાસે માં હાજર હોય,
આસપાસ હરતી ફરતી હોય ત્યાં લગી,
માં શું છે એની  ખબર પડતી નથી.
એ માને ગુમાવી બેસીએ ત્યારેજ 
આપણને,
શું ગુમાવ્યું છે એનો તીવ્ર અહેસાસ  થાય છે.
માને પૂરી જોયા કે જાણ્યા પહેલા જ ,
જે માણસ માતા વિહોણો થાય ગયો હોય
એની આંખમાં ધરીને જોજો.,
સાવ રાંકડો લાગશે.

-  વિનોદ  ભટ્ટ

  








Wednesday, February 15, 2012

તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધો

તાલુકા કક્ષાએ યોજાયેલ સુલેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નાટક પૈકી નિબંધ સ્પર્ધામાં મુળદ સી. આર. સી. સેન્ટરનું પ્રતિનિધિત્વ કરતી શાળાની ધોરણ ત્રણની ખુશી સીંગ. 

પ્રવાસ










આજે મારા વન વિહારના મનમોજી પતંગિયાઓને મેં કહ્યું, શું તમારે પ્રવાસ જવું છે? મારા મોજીલા પતંગીયા થનગનાટ કરતા બોલી ઉઠ્યા ક્યારે? અને અમે પ્રવાસનું આયોજન કરી નાખ્યું. શાળાના જ એક વાલીશ્રીએ જ બાળકોને એમના વ્હીકલમાં લઇ જવાનું ગોઠવ્યું અને તે પણ ભાડું લીધા વગર. એટલે કે દાતાશ્રી તરફથી પ્રવાસ. ભૂલકાઓને લઇ અમે સુરત સરથાણા નેચર પાર્ક જોવા ગયા. જ્યાં તેમને પતંગિયાઓના વિભાગમાં જાતજાતના પતંગિયાઓ જોયા. ત્યાર પછી એમને નાસ્તો કરાવ્યો. નાસ્તામાં ખમણ, સેવ મમરા, તથા દ્રાક્ષ વગેરેનો નાસ્તો આપ્યો. નાસ્તો શાળાના આચાર્ય તરફથી આપવામાં આવ્યો. ત્યાર પછી અમે પ્રાણીઓના વિભાગમાં ગયા. ત્યાર બાદ પક્ષી વિભાગમાં ગયા. અને ત્યાંથી ઐતિહાસિક સ્થળ ગાય પગલા ગયા. ત્યાં મંદિરોના દર્શન કરી ગાયના પગલાનો ઇતિહાસ બાળકોને કહ્યો અને અમે પતિત પાવની માં તાપીના કિનારે ગયા. ત્યાં બાળકોએ દાબડા ઉત્સવ ઉજવ્યો તથા રમતો રમ્યા.  

Friday, February 10, 2012

c.r.c.કક્ષાએ સ્પર્ધાઓ...............

c.r.c. કક્ષાએ યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા, તથા નિબંધ સ્પર્ધામાં શાળાના બાળકોએ ભાગ લીધો. જેમાં શાળાની બાલિકાનો નિબંધ સ્પર્ધામાં સી. આર. સી. કક્ષાએ પ્રથમ નંબરે આવી. 

તિથીભોજન

 તા. ૧થિ ૬ દરમિયાન બાળકોને પોષણક્ષમ  આહાર
તથાતીથીભોજન કરાવાયું.જેમાં તા. ૧ અને તા. છઠ્ઠીએ પાકું ભોજન તથા બોર ચેવડો તથા બિસ્કિટ વગેરે દાતાઓ દ્વારા આપવામાં આવ્યું.