Sunday, October 25, 2015

ગરબા સ્પર્ધા

બાળકો વચ્ચે ગરબા સ્પર્ધા 


શૈક્ષણિક માટલી


શૈક્ષણિક માટલી

માં દુર્ગાની આરાધનાના પર્વ નિમિતે બાળકોએ જૂની માટલીઓનો ઉપયોગ કરી અંકો, ABCD,, વિરોધી શબ્દો વગેરે લખી તેનો પુનરાવર્તનમાં ઉપયોગ કર્યો.

પ્રવૃત્તિ

બાળકોએ જુદા જુદા વૃક્ષના પાનમાંથી પ્રાણીઓના આકારો બનાવ્યા. 

બનાવ્યા. 

હેન્ડ વોશ ડે


વિશ્વના ઘણા રોગોનો ફેલાવો હાથોથી થાય છે. જો બાળકો સારી રીતે હાથ સાફ કરતા થઇ જાય તો ઘણા રોગો ઓછા થઇ જાય 

તિથિ ભોજન

હીરાકાકા તરફથી બાળકોને ખીર-પૂરી, ખમણ નું ભોજન

તિથીભોજન

ડો. કાર્તિક પુરોહિત તરફથી બાળકોને જલેબી , ખમણ , ચણા- પુરીનું જમણ 

જમણ 

ગાંધી જયંતિ

સ્વચ્છતાના આગ્રહી એવા બાપુના જન્મ દિને એમનું આચરણ જ એમના માટે મોટી ભેટ ગણાય . એમના જન્મ દિને બાળકોએ તથા શિક્ષકોએ ટીમ બનાવી શાળા અને તેની આજુબાજુની જગ્યા , પાણીની ટાંકી, વગેરેની સ્વચ્છતા કરી. તેમનું પૂજન કરી તેમની જન્મ જયંતીની ઉજવણી કરી. આ કાર્યમાં શાળાના અધ્યક્ષનો પણ ખુબ સહકાર મળ્યો.
 


 

વિશ્વ વૃદ્ધ દિન


વિશ્વ વૃદ્ધ દિનના દિવસે બાળકોને કીમ ગામમાં આવેલ વૃદ્ધ શ્રમની મુલાકાતે લઈગયા જ્યાબાળકો એ દાદાઓ સાથે વાતો કરી તેમના હાલચાલ પૂછ્યા, તેમને નાસ્તો કરાવ્યો તેમને વાર્તા - ગીતો સંભળાવ્યા. તેમની સાથે આનદ કર્યો. આજના વિભક્ત કુટુંબ પ્રથામાં બાળકોને પોતાના દાદા- દાદીનો પ્રેમ મળી રહેતો નથી તો વડીલોનો આદર તેમના સ્નેહથી બાળકો વંચિત રહે છે. તેમને દાદા દાદીનો સ્નેહ શુહોય તે બતાવવા બાળકોને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઇ ગયા.
પ્રજ્ઞા અભિગમ દ્વારા લંગડીની રમત દ્વારા અંકોનું દ્રધીકરણ કરતા બાળકો

તિથીભોજન

દીપકભાઈ કંથારિયા તરફથી પિતાની પુણ્યતિથીએ ખમણ, ચેવડો
તથા લાપસીનું તિથિ ભોજન 

સ્ટોન દ્વારા પ્રવૃત્તિ

પ્રજ્ઞા અભિગમ અંતર્ગત સપ્તરંગી પ્રવૃતિઓમાં બાળકોને નામ લખી તેમાં સ્ટોન ચોટાડવાની
 પ્રવૃત્તિ કરાવી. જેથી જે બાળકો પોતાનું નામ ના લખી શકતા હોય તે પણ ઝડપથી શીખી શકે.

માટીના ગણેશ

મારી બાળકલાકાર એવી અસ્મિતાનું કૌશલ્ય જોઇને તો ગમે એવા મોટા કલાકારે પણ એને ધન્યવાદ આપવા ઘટે. પોતાના હાથે માટીમાંથી ગણેશ બનાવી તેને સુકવ્યા પછી જાતે જ કલર કરી તેના ઉપર ટીલડી ચોટાડી પોતાનામાં રહેલ કૌશલ્યનો પરિચય આપ્યો.

આજનો દિપક


તરાહની પ્રવૃત્તિ

ધોરણ ૩ થી ૫ ના બાળકો દ્વારા તૈયાર કરેલ તરાહની પ્રવૃત્તિ 

હરિ ઓમ આશ્રમ દ્વારા શાળાના આચાર્ય શ્રીનું સન્માન


તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો

તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામા વિભાગ - ૪માં પોતાનો ફાળો નોંધાવતા બાળકો 

જ્ઞાન સપ્તાહ - સાતમો દિવસ

જ્ઞાન સપ્તાહના સાતમાં દિવસે શાળામાં ગુરુજનો તથા નિવૃત શિક્ષકોનુ સન્માન કર્યું. આટલા દિવસની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે વિજેતા થનાર બાળકોને ઇનામોથી નવાજ્યાં. આમ બાળકોએ જ્ઞાન સપ્તાહની પ્રવૃતિ ખુબ ઉત્સાહથી કરી. 
 



જ્ઞાન સપ્તાહ - છઠ્ઠો દિવસ

જ્ઞાન સપ્તાહના છઠ્ઠા દિવસે શાળામાં વેશભૂષા સ્પર્ધા, એક પાત્રીય અભિનય, દેશભક્તિ ગીતનું ગાન,ચિત્ર સ્પર્ધા, વ્યસન મુક્તિ રેલી, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો થયા. 




Saturday, October 24, 2015

જ્ઞાન સપ્તાહ - પાંચમો દિવસ

જ્ઞાન સપ્તાહના પાંચમા દિવસે સ્વયમ શિક્ષણ ના દિવસે શિક્ષકોન અરીસા સમાન બાળ શિક્ષકોનિ બનાવવાની શૈલીથી સૌ પરિચિત થયા જો શિક્ષકોએ પોતાની શીખવવાની પદ્ધતિ, અને રીત જાણવી હોય બાળકો સાથે પોતાનું વર્તન જાણવું હોય તો એ સ્વયં શિક્ષણ દિનના દિવસે જાણી શકાય . કારણ કે બાળકો શિક્ષકો જેવું જ વર્તન કરતા હોય છે.

 


જ્ઞાન સપ્તાહ -ચોથો દિવસ

જ્ઞાન સપ્તાહના ચોથા દિવસે સમૂહ વાંચન, કાવ્ય ગાન, દેશભક્તિ ગીત, યોગાસન, મહાનુભાવોના ફકરાનું  વાંચન, કેરમ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી,            



 

જ્ઞાન સપ્તાહ - ત્રીજો દિવસ

શાળામાં જ્ઞાન સપ્તાહના ત્રીજા દિવસે શાળામાં નીચેના જેવી પ્રવૃતિઓ કરી. જેમાં શાળા સંકુલની સફાઈ, વર્ગ સુશોભન કાર્યક્રમ, કાગળકામ, માટીકામ, વર્ગ સફાઈ, રંગોળી , ગુજરાતી- અંગ્રેજી સુલેખન , બાળવાર્તા, આદર્શ વાંચન, દાખલા ગણન, ઘડિયા ગાન
 








તથા વકતૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરી.