Saturday, April 19, 2014

પરંપરાગત તીથીભોજન

અમારી શાળામાં જુદા જુદા રાજ્યોમાંથી આવતા બાળકો ઘણા છે. શાળામાં વાર્ષિક દિનના દિવસે રાજપુરોહિત દીપસિંહ તરફથી શાળાના બાળકોને તથા શિક્ષકોને પરંપરાગત રાજસ્થાની દાલ-બાટી, ચુરમા અને ચીપ્સ
 નું ભોજન કરાવવામાં આવ્યું. 

વિશ્વ જળ દિન

બાળકો પાણીની ઉપયોગીતા સમજે. તેનો સદુપયોગ કરે તે હેતુથી શાળામાં વિશ્વ જળ દિનના દિવસે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં બાળકો પોતાને ગમતા પાણીના બચાવ, તેનો સદુપયોગ
તથા તેનું મહત્વ દર્શાવતા ચિત્રો દોરે. 

હોળીની ઉજવણી


શાળામાં હોળીની ઉજવણી આ વખતે અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું. જેમાં બાળકોએ પણ પુરેપુરો સહકાર આપ્યો અને અમે સૌએ પાણીનો બગાડ કાર્ય વિના ફક્ત રંગોથી જ હોળી ઉજવી. શાળાના આચાર્ય શ્રી તરફથી બાળકોને ધાણી, ખજુર, ચણા અને ચેવડાનો નાસ્તો આપવામાં આવ્યો. બાળકોને પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું.                                             આ ઉપરાંત એ જ દિવસે દાતાશ્રી કમલેશભાઈ તરફથી બાળકોને આઈસ્ક્રીમ પણ ખવડાવવામાં આવ્યો.

વિશ્વ મહિલા દિન

વિશ્વ મહિલા દિનના દિવસે શાળામાં એસ.એમ.સી. મહિલા સભ્યો, પ્રભુનગરના વડીલ બહેનો, શાળાને વિવિધ સ્પર્ધાઓમાં  તાલુકા તથા સી.આર. સી. કક્ષા સુધી લઇ જનાર વિદ્યાર્થીનીઓનું, શાળાના શિક્ષિકા બહેનનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્ય ક્રમમાં મુળદ કેન્દ્રના સી.આર.સી એ પણ હાજરી આપી. તેમણે શાળાની બાળાઓનું  પેન્સિલ આપી સન્માન કર્યું. વિદ્યાર્થીઓ બહેનોનું મહત્વ સમજે. તેમનો આદર કરે.

Thursday, April 17, 2014

તિથીભોજન

મારી માતાની પુણ્યતિથિ નિમિતે હું નવ વર્ષથી શાળામાં બાળકોને તિથીભોજન કરાવી આનંદ અનુભવું છું. આ વર્ષે ત્રણ શાળાના બાળકોને તિથી ભોજન કરાવ્યું. મેં અને મારી પત્નીએ આજીવન જે શાળામાં હોઈએ ત્યાં બાળકોને તિથીભોજન કરાવવાનો સંકલ્પ કર્યો છે. 

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

રાષ્ટ્રીય વિજ્ઞાન દિનના
  દિવસેશાળામાં ધોરણ ૪ અને ૫ ના બાળકોના જૂથ પડી તેમના દ્વારા વિજ્ઞાનના સૌને આશ્ચર્યમાં મૂકી દેતા પ્રયોગો કરી બાળકોએ વાલીઓને બતાવ્યા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો વિજ્ઞાનમાં રસ કેળવે. કોઈ પણ અંધવિશ્વાસની વાતો પર વિશ્વાસ ન મુકે તથા તેના વિશેના તાર્કિક કારણો વિચારતા થાય. વાલીઓ પણ સજાગ બને જે તેમને જીવનમાં ઉપયોગી નીવડે. 

પુરક પોષણ આહાર

દીપસિંહ રાજ પુરોહિત તરફથી બાળકોને જલેબીનો નાસ્તો. 

Wednesday, April 16, 2014

ઉત્તર ગુજરાતના પ્રવાસે

શાળામાંથી ધોરણ ત્રણથી પાંચના થોડા બાળકોને મુળદ શાળાના બાળકો સાથે ઉત્તર ગુજરાતના પ્રવાસે લઇ ગયા હતા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો આપણા ગુજરાતના ઇતિહાસ વિષે જાણે તથા તેનો અભ્યાસમાં ઉપયોગ કરે. કહેવાય છે કે જોયેલું ક્યારેય ભૂલી શકાતું નથી.