Saturday, July 26, 2014

તિથી ભોજન

દિવાસાના તહેવાર નિમિતે હીરાકાકા તરફથી  ખીર પુરીનું ભોજન 

સ્વછતા અભિયાન


સ્વછતા અભિયાન અંતર્ગત શાળાને સ્વચ્છ રાખવા ઉપરાંત સ્વચ્છતા રેલી ,નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. જેના દ્વારા બાળકોમાં સ્વચ્છતાનો ગુણ કેળવાય.              

activity std 4-5


ગૌરી વ્રતમાં બાળાઓ દ્વારા ખવાતા સુકા મેવામાં પિસ્તાની છાલમાંથી કુદરતી દ્રશ્ય બનાવતા બાળકો. આવી પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સમૂહ ભાવના તથા એમનામાં રહેલી શક્તિઓ બહાર આવે છે. 

Antakshari spardha at C.R.C.

મુળદ કેન્દ્રમાં અલુણા વ્રત નિમિતે ૮ શાળાઓ વચ્ચે અન્ત્ષારી સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં ધોરણ એકથી પાંચ અને છથી આઠ વચ્ચે રાખવામાં આવી હતી જેમાં ધોરણ એકથી પાંચમાં અમારી શાળાની બાળાઓ પ્રથમ ક્રમે આવી. આમ અમારા તરફથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવાનો પુરો પ્રયત્ન કરવામાં આવે છે. 
 

activity std- 1

બાળકો પ્રવૃત્તિ શીલ હોય છે પ્રવૃત્તિ કરવું એમને ખુબ ગમે છે. જો એમને કોઈ મનગમતી પ્રવૃત્તિ આપવામાં આવે તો એમના મો ઉપર જે ખુશી હોય છે તે જોવી પણ એક લ્હાવો છે. ધોરણ એકના બાળકો છાપકામ દ્વારા જીવ જંતુના ચિત્રો બનાવી રહ્યા છે તથા એમના ગુરુને હોંશથી બતાવી રહ્યા છે.

ગુરુ પૂર્ણિમા

               ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે  લાગુ પાય                                                                                                    બલિહારી  ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય                                                                                       આપણા દેશમાં પ્રાચીન કાળથી ગુરુનું ખુબ મહત્વ રહ્યું છે. પ્રાચીન કાળથી વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા. ગુરુની આજ્ઞા રાજા મહારાજાઓ પણ માથે ચડાવતા. એવા આ દેશમાં આજે પણ ગુરુનું એ જ સ્થાન છે. 

Saturday, July 12, 2014

miss.gorma & mr.kesariya


આજના સ્પર્ધાત્મક  યુગમાં બાળકો જીવનમાં આવતી સ્પર્ધાઓ સામે અડીખમ ઉભા રહેવા સક્ષમ થાય એવા હેતુથી તથા ગૌરી વ્રતનો આનંદ માણી શકે તે માટે શાળામાં miss. gorma & mr. kesariya સ્પર્ધા રાખવામાં આવી હતી.

 

Thursday, July 10, 2014

મહેંદી સ્પર્ધા

ગૌરી વ્રત નિમિતે  શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરેલ હતું.
બાળકોમાં રહેલ હસ્ત કૌશલ્ય બહાર લાવવાની પ્રવૃત્તિ.

આવ રે વરસાદ

પહેલા વરસાદની મઝા માણતાબાળકો. આના દ્વારા બાળકોને વરસાદથી સારી રીતે માહિતગાર કરી શકાય છે.

આજનો દીપક

વ્યક્તિ મોટી હોય કે નાની દરેકને પોતાનો જન્મ દિવસ ગમે છે. શાળામાં આવતા દરેક બાળકોનો અમે જન્મદિન ઉજવી તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. 

તિથી ભોજન

આશાબેન તરફથી દાળ,ભાત, શાક લાપસીનું ભોજન 

Monday, July 7, 2014

પુરાક્પોષણ આહાર

દિપસિંહ તરફથી પારલે બિસ્કીટનો નાસ્તો
 

રંગપૂરણી

રંગ પુરાની કરતા ધોરણ એકના બાળકો
 

પ્રવેશોત્સવ


શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અમે કઈક આરીતે ઉજવ્યો. આચાર્યશ્રીની કારને પ્રવેશ રથ તરીકે શણગાર્યો જેમાં ધોરણ એકના બાળકોને શાળામાં લાવ્યા.બાળકોને કુમકુમ તિલક કરીબલાકોને વેલકમ કાર્ડ આપ્યા. ત્યારબાદ મહેમાનોને આવકારી દીપપ્રાગટ્યકર્યું. બાળકોએ પ્રાર્થના અને યોગ કાર્ય. બાળકોને બિરલા સેલ્યુંલોઝીક કંપની દ્વારા શૈક્ષણિક કીટ  આપવામાં આવી. ધોરણ એક થી પાંચમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર બાળકોને પ્રવીણભાઈ સોદાગર તરફથી ઇનામ આપવામાં આવ્યા. દાતાઓ તરફથી બાલાકોને યુનિફોર્મ આપવામાં આવ્યા. દાતાઓ તરફથી તીથીભોજન પણ આપવામાં આવ્યું. 





એસ.એમ.સી.મીટીંગ

એસ.એમ.સી. મીટીંગમાં નવા નામાંકન તથા નવી એસ.એમ.સી ની રચના કરવામાં આવી. 

વાર્ષિકોત્સવ

શાળામાં વાર્ષિકદિનની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોના વાલીઓ તથા એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ હાજરી આપી. આ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો તથા શાળાની વિવિધ પ્રવૃતિઓમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તથા શિલ્ડ બાળકોના વાલીઓના હસ્તે આપવામાં આવ્યા. આ સાથે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓની વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો.