Thursday, November 20, 2014

પાંચમો દિવસ

શૌચાલયની સફાઈ

ચોથો દિવસ

પાણીની ટાંકીની સફાઈ 

ત્રીજો દિવસ

શરીરની સ્વચ્છતામાં બાળકોના નખ, વાળની સ્વચ્છતા તથા શાળામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ રાખવામાં આવ્યો. 

બાળ સ્વચ્છતા સપ્તાહ

બીજા દિવસે મધ્યાહન ભોજન સ્વચ્છતા 

બાળ સ્વચ્છતા સપ્તાહ

તારીખ ૧૪ થી ૧૯ સુધી શાળાઓમાં બાળ સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં  પ્રથમ દિવસે વર્ગ સફાઈ, મેદાન સફાઈ કરી. 

ઉજાણી

બાળકોને નદીકિનારે લઇ જઈનદીકિનારો, ટેકરીની સમજ આપી. બાળકો નદીની રેતીમાં રમ્યા તથા નાસ્તો કર્યો નદી વિષે માહિતી મેળવી. 



જાહેર સ્થળોની મુલાકાત



 બાળકોને વિવિધ જાહેર સ્થળો જેવાકે પોસ્ટ ઓફિસ, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન વગેરે સ્થળોની મુલાકાત લેવડાવી   તેમના કાર્યોની માહિતી મેળવી .





ટપાલીની મુલાકાત


મુલાકાત

ચિત્રકારની મુલાકાત

Thursday, November 13, 2014

રંગોળી સ્પર્ધા

નાના બાળકો દ્વારા પોતાની કલાકારીગરીનું 

 પ્રદર્શન 

દિવાળીની ઉજવણી







શાળાના બાળકો સાથે દિવાળી મનાવવાની જે ખુશી છે તે બીજા કશામાં



રંગોળી પ્રદર્શન

 કીમમાં કીમ એજ્યુકેશન સોસાયટી દ્વારા રંગોળી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં કલાકારોની કલાકારીગરી જોઈ મંત્ર મુગ્ધ થઇ જવાય.અને આ કારણે જ હું બાળકોને આ પ્રદર્શન જોવા લઇ જવા લલચાયો કે કલર કરોટીથી આવી અદભૂત કારીગરી બીજે ક્યાંય જોવા ના મળે. 


ખેલ મહાકુંભ

ખેલ મહાકુંભમાં શાળા કક્ષાએ સ્ટેન્ડિંગ જંપ તથા દોડની સ્પર્ધા રાખેલ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. 

Wednesday, November 12, 2014

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી તથા ગાંધી જયંતીની પણ ઉજવણી કરવામાં આવી. જેમાં વર્ગ સફાઈ, શાળા સફાઈ, ગ્રામ જનો , વિદ્યુત ઉપકરણોની સફાઈ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નાટક, તથા રેલી અને પ્રતિજ્ઞા લીધી. જેમાં ગ્રામજનો તથા s.m.c સભ્યો પણ હાજર રહ્યા તથા આકામમાં પૂરો સહયોગ આપ્યો. સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ વાલીઓ, બાળકો અને શાળાના શિક્ષકોએ નિહાળ્યો. સ્વચ્છતાની પ્રતિજ્ઞા  લીધી. મહાત્મા ગાંધીજીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી. રંગોળી કરી. રેલીનું નેત્તૃત્વ બાળ ગાંધીજીએ કર્યું. સાંજે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 










વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી

વિશ્વ વૃદ્ધ દિન નિમિતે શાળામાં દાદા-દાદી ડેની ઉજવણી કરવામાં આવી. તેમનું સન્માન કરવામાં આવ્યું તથા તેમની મહતા આપના જીવનમાં શું છે તેની વાતો કરવામાં આવી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો વૃદ્ધ દાદા દાદીનો આદર કરતા થાય પોતાના જીવનમાં એમનું સ્થાન ક્યાં અને કેવું છે તે જાણે . 

તિથિભોજન

દીપસીંગ રાજપુરોહિત તરફથી દાળ, બાટી, ચુરમા, ચીપ્સનું ભોજન તથા પેન્સિલની ભેટ 

તિથિભોજન

ગિજુભાઈ તરફથી દાળ, ભાત, શાક, પૂરી, ખમણ, જલેબીનું તિથીભોજન 

તિથીભોજન

હીરાકાકા તરફથી ખીર, પૂરી, શાકનું ભોજન તથા બિસ્કિટનો નાસ્તો 

Tuesday, November 11, 2014

તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો

તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં સ્કાય બસ પ્રોજેક્ટ સાથે પ્રભુનગર શાળાની બાળાઓ 

તાલુકાકક્ષાના પ્રદર્શનમાં બેટી બચાવો વિષય પર વક્તવ્ય આપતી શાળાની બાળા 

જ્ઞાન સપ્તાહનો છેલ્લો દિવસ

જ્ઞાન સપ્તાહના છેલ્લા દિવસે શાળામાં નિવૃત ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું તથા ગુરુજનોની આરતી ઉતારવામાં આવી. ગુરુજનોના પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા. વાલીઓના પ્રતિભાવો મેળવ્યા. એક વળી માતા પોતાની પુત્રીની પ્રગતિ જોઈ ભાવવિભોર બની ગયા. સાથે સમગ્ર વાતાવરણ શિક્ષકની મહતા સમજાવી ગયું. જ્ઞાન સપ્તાહ દરમ્યાન થયેલ વિવિધ સ્પર્ધોના ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વાલીઓનો આટલો બધો સહકાર જોઈ ગુરુજનો આશ્ચર્ય પામ્યા.