Friday, December 22, 2017

પ્રજ્ઞા પ્રવૃતિઓ






આપત્તિ વ્યવસ્થાપન

બાળકો કુદરતી આપત્તિ સમયે ધીરજ અને શાંતિથી પોતાના પરિવારને મદદ રૂપ થઇ શકે તે માટે બાળકોને કુદરતી આપતીઓની સમજ તથા  તેમાં કઈ રીતે રક્ષણ કરવું તેની માહિતી શાળાના શિક્ષિકાબહેન શ્રી દ્વારા આપવામાં આવી.

સંખ્યા જ્ઞાન

બાળકો રમતા રમતા ઝડપથી શીખે છે. સામાન્ય રીતે સ્થાન કિંમત એકમ શીખતા બાળકોને ઘણી મુશ્કેલી પડે છે તે માટે અમે બાળકોને સંગીત ખુરશીની રમત દ્વારા બાળકો સરળતાથી શીખવ્યું. 

બાળમેળો

બાળકોના આનંદનો ઉત્સવ એટલે બાળમેળો. અને જેમાં હતી બાળકોની મન પસંદ પ્રવૃતિઓ જેવી કે, કાગળકામ, માટીકામ , ચિટક કામ , રમત, પઝલ , કુતુહલ પ્રેરક પ્રવૃતિઓ .






યોગ દિન

અમારી આ નાનકડી દીકરી જયારે યોગ-પ્રાણાયામ  કરે છે ત્યારે એ જોઈ  સૌ દંગ રહી જાય છે. શાળાના બાળકો સાથે વાલીઓએ પણ યોગ કરી યોગ દિનની ઉજવણી કરી.

Wednesday, December 20, 2017

પ્રવેશોત્સવ

અમારી શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી ડી.બી. વાંકાવાલા હતા. બાળકો દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. બિરલા સેલ્યુલોઝીક કંપની દ્વારા ધોરણ- 1 ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં  આવી.  શૈલેષભાઈ તથા ભરતભાઈ તરફથી શાળાના દરેક બાળકોને નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યું.  SMC તથા વાલીઓ અનેગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.