Monday, July 25, 2016

વિદાય સમારંભ






 શાળાના આચાર્યશ્રી રાકેશભાઈની ધોરણ ૬થી  ૮ માં  વિકલ્પ લેતા તેમની બદલી થઇ ગઈ. જયારે smc તથા ગ્રામ જનોને આવાતની ખબર પડી ત્યારે સૌ ભાવુક થયા.  સાહેબશ્રીની શાળાના તથા બાળકોના સર્વાંગી  વિકાસ માટે કરવામાં આવેલ કામગીરીથી ખુબ પ્રભાવિત એવા  ગ્રામ જનોએ તેમનો  વિદાય સમારંભ રાખવાનું નક્કી કર્યું. સૌએ ભેગા મળી ફાળો કરી રાકેશભાઈના વિદાયનો કાર્યક્રમ રાખ્યો. સાહેબ શ્રીને શાલ ઓઢાડી ગ્રામ જનો દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવી. આવો અનેરો વિદાયનો કાર્યક્રમ શાળામાં યોજાયો. બદલી થયેલ શિક્ષક્ને સ્ટાફ વિદાય આપે એતો એમની લાગણીની વાત છે પરંતુ જયારે ગામલોકો વિદાય આપે ત્યારે માનવું પડે કે આને કહેવાય આદર્શ શિક્ષક.કોણ કહે છે કે કર્મનું ફળ નથી મળતું એવું ક્યારેય નથી બનતું. કરેલું કામ ક્યારેય ફોગટ નથી જતું. મારી દ્રષ્ટીએ આથી વિશેષ ઉદાહરણ કોઈ બીજું ના હોય શકે. 

ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ

 ડો. બાબાસાહેબના જન્મદિને શાળામાં બાળકોએ શ્રદ્ધાંજલિ આપી.શાળામાં વકતૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા, વેશભૂષા, શાળા સફાઈ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા.



Tuesday, July 19, 2016

વાર્ષિકોત્સવ

શાળાના વાર્ષિકોત્સવ દરમિયાન શાળામાં ઇનામ વિતરણ, દાતાઓનું સન્માન તથા ધોરણ પાંચના બાળકોનો વિદાય સમારંભ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. બાળકોએ વર્ષ દરમિયાન જે સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય તે માટે તેમને પ્રોત્સાહન મળી રહે તે માટે ઇનામ વિતરણ, વર્ષ દરમિયાન શાળાને કોઈ પણ રીતે મદદ કરનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. આ શાળામાંથી વિદાય લેતા બાળકોને ભાવભીની વિદાય આપી તથા એમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી. 


 



ઇકો ક્લબ

ઇકો ક્લબ અંતર્ગત શાળામાં બાગબાની, કિચન ગાર્ડનીંગ, ઔષધબાગ, વિવિધ દિનની વિશ્વ વનદિન, વિશ્વ જળદિન,વિશ્વ વસ્તી દિન જેવા દિનની ઉજવણી, વિવિધ વિષયની ક્વીઝ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે.





હોળી ધુળેટીની ઉજવણી

બાળપણ એટલે રંગોની ઉજાણી. મોજ મસ્તી , બેફિકરાઈભરી સપનાઓથી ભરેલ દુનિયા એટલે જ ઓ હોળી આવે તો એટલે બાળકોના ચહેરા ઉપરની એ ખુશી!!!!!!!!!!!!!!!!!!!!!!!




             પ્રભુનગર પ્રાથમિક શાળામાં બાળકોને  ધાણી, ખજુર, ચણાની મોજ. સાથે રંગોની ઉજાણી.

Sunday, July 17, 2016

બાળ મેળો

બાળ મેળામા કાગળકામ, માટીકામ, ચિટકકામ , છાપકામ,અભિનયગીત, બાળ ગીત, બાળવાર્તા, રમતો જેવા વિભાગોમાં ભાગ લઇ બાળકોએ ખુબ આનદ માણ્યો. 
 





માતૃભાષા દિનની ઉજવણી

વિશ્વ માતૃભાષા દિનણી ઉજવણી નિમિતે શાળામાં વકતૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નાટક, લગ્નગીત, હાલરડું વગેરે સ્પર્ધાઓનું આયો જન કર્યું હતું.



બટાકાની ખેતી

શાળાના કિચન ગાર્ડનમાં બાળકોએ પાપડી, તુવેર, પાલક, લસણ, ધાણા, મેથીની સાથે બટાકા પણ વાવ્યા હતા. જે તૈયાર થતા બાળકોની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.

વિશ્વ મહિલા દિન

વિશ્વ મહિલા દિન નિમિતે શાળામાં ગામને ગૌરવ અપાવનાર દીકરીઓનું સન્માન કર્યું. તથા એમની સફળતામાં મહત્વ પૂર્ણ ભાગ ભજવનાર માતાનું પણ સન્માન કરવામાં આવ્યું. તથા શાળાને ગૌરવ અપાવનાર શાળાની દીકરીઓ તથા શિક્ષિકબહેનનું  પણ સન્માન કરવામાં આવ્યું.ગામની દીકરીઓ થકી શાળાના બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. 



ઉજાણી

બાળકોને ઉજાણી માટે બાગમાં લઇ ગયા. ત્યાં બાળકોને દાળ, ભાત, શાક, જલેબીનું જમણ આપવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી તરફથી માતાની પુણ્ય તિથિ નિમિતે બાળકોને તિથીભોજન કરાવ્યું. 
 

વર્લ્ડ સ્પેરો ડે

બાળકોએ ચકલી માટે બનાવેલા માળામાં ચકલીએ પોતાનું ઘર બનાવ્યું. 

વિશ્વ જળ દિન

વિશ્વ જળ દિનણી ઉજવણી નિમિતે શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયુ.