Tuesday, February 26, 2013

માતાના સ્મરણાર્થે



આજથી નવ વર્ષ પહેલા લીધેલ એક નાનકડો સંકલ્પ મનને આટલું પ્રફુલ્લિતકરશે એવું ક્યારેય નહોતું ધાર્યું.નવ વર્ષ પહેલા અમે દંપતીએ મારી માતાની પુણ્યતિથિએ એવો સંકલ્પ કર્યો હતો કે દર વર્ષે આ દિવસે જે શાળામાં હોઈએ તે શાળાના બાળકોને ભોજન કરાવવું ત્યારથી અમે આ સંકલ્પને વળગી  બે શાળાના બાળકોને તિથી ભોજન કરાવીએ છીએ. આ વર્ષે પણ પ્રભુનગર તથા રાજીવ નગરના બાળકોને તિથી ભોજન આપ્યું. 

વિશ્વ માતૃ ભાષા દિનની ઉજવણી



બાળકો માતૃભાષાનું મહત્વ સમજે તે હેતુથી શાળામાં માતૃભાષા વિષે બાળકો સાથે વિસ્તૃત ચર્ચા થઇ અને વાચન સ્પર્ધાનું આયોજન કર્યું. પરંતુ અમારી શાળામાં વિવિધ રાજ્યોમાંથી ધંધાર્થે આવેલ નાગરિકોના બાળકો પણ ભણતા હોય તેમની માતૃભાષા જુદી જુદી છે. તેવા બાળકોએ મને સવાલ કર્યો સાહેબ માતૃભાષા એટલે ઘરમાં માતા પિતા સાથે બોલાતી ભાષા તો અમારી માતૃભાષા તો જુદી જુદી છે તો અમે અમારી માતૃભાષાના ગૌરવ માટે શું કરીએ? અને મને આપ્રવૃતી કરવાનો વિચાર સ્ફૂર્યો.કે દરેક બાળક પોતાની માતૃ ભાષાથી શાળામાં ભણતા દરેક બાળકને પરિચિત કરે. આ હેતુ સિધ્ધ કરવા અમે દરેક બાળકે પોતાની માતૃભાષામાં ગીત રજુ કરવું જેમાં બાળકોએ હિન્દી, અંગ્રેજી, મરાઠી, ભોજપુરી, કાઠીયાવાડી,આદિવાસી,ગુજરાતી, મારવાડી જેવી ભાષામાં ગીત રજુ કર્યા. 

Saturday, February 23, 2013

એક શામ ગુરુ શિષ્ય કે નામ

ઓલપાડ તાલુકામાં દર વર્ષે એક શામ ગુરુ શિષ્ય કે નામ કાર્યક્રમનું આયોજન થાય છે. જેમાં બાળકો અને શિક્ષકો મળીને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરે છે. જેમા ભાગ લેતા શાળાના શિક્ષિકા બહેન.                                                      

            ગુજરાત રાજ્ય શૈક્ષણિક નવીકરણ આયોગ ગાંધીનગર દ્વારા શાળાને રાજ્ય કક્ષાએ લઇ જનાર ઇનોવેટીવ શિક્ષકનું સન્માન બી.આર.સી ઓલપાડ દ્વારા કરવામાં આવ્યું. 

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ




Friday, February 22, 2013

વસંત પંચમી

કહેવાય છે કે બ્રહ્માજીએ જયારે આ સૃષ્ટિ રચી ત્યારે વાણી અને જ્ઞાન વિનાની આ સૃષ્ટિ તેમને પસંદ ના આવી ત્યારે તેમને માં સરસ્વતી દેવીની ઉત્પતિ કરી અને આ જગત ચહેકવા લાગ્યું. ત્યારથી વસંત પંચમીનો આ દિન માં સરસ્વતીના જન્મ દિન તરીકે ઉજવીએ છીએ.                            


                     

Tuesday, February 12, 2013

રમતોત્સવ





બાળકનું બીજું નામ એટલે રમત.આમ તો તાલુકા કક્ષાનો રમતોત્સવ પૂર્ણ થયો પરંતુ દરેક બાળકને રમવું હોય છે અને જીતવું ગમે છે ત્યારે શાળા એ દરેક બાળકને પોતાની અભિરુચિ અનુસાર દરેક કાર્ય કરવા માટેનો પ્રેરણા સ્ત્રોત છે તેથી શાળામાં શિયાળુ રમતોત્સવનું આયોજન કર્યું હતું જેમાં બાળકોને તો મઝા આવી જ આવી પરંતુ એમને રમતા નિહાળીને એમના વાલીઓને પણ એટલોજ આનંદ થયો. આ છે તેની નાની સરખી ઝલક. આ રમતોત્સવમાં દોડ, લંગડી દોડ, લીંબુચમચી, સોયદોરો, સીક્કાશોધ, કોથળાદોડ, ત્રીપગીદોડ,સંગીતખુરશી,એક મીનીટમાં કેટલા બિસ્કીટ ખાશો ? વગેરે રમતોનો આનંદ બાળકોએ મેળવ્યો .