Friday, December 13, 2013

જીવન વ્યવહાર કોઈને શીખવાય નહિ.......................!

જીવન વ્યવહાર એ કોઈને શીખવવાની વસ્તુ નથી એ તો આપોઆપ કેળવાય છે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ મેં આજે જોયું. હેલ્થ કોર્નરમાં નેઈલ કટર છુટું પડેલું જોઈને મારા વર્ગમાં ભણતી પ્રિયંકા તે લઈને મારી પાસે આવી. મને કહે સર, આ નીલકટર કોઈએ તોડી નાખ્યું. મેં એને જોઉં તે છુટું પડેલું હતું. મેં એને કહ્યું આ તૂટ્યું નથી બેટા, એ છુટું પડી ગયુંછે. ચાલ આપણે એને જોડી દઈએ. ઘણું મથવા છતાં એ ના જોડાયું આ બધું મારા જ વર્ગનો મેહુલ જોતો હતો અમારી મથામણ જોઈ પાસે આવી કહે લાવો સર હું જોડી દઉં અને લગભગ એક મિનિટથી પણ ઓછા સમયમાં એનેઈલ કટર જોડીને મારા હાથમાં મૂકી દીધું. હુતો એને જોતો જ રહ્યો અને જાણે કઈ જ ના થયું હોય એમ એ જઈને વર્ગમાં બેસી ગયો.આ ઘટના પરથી મને કેળવણીનું પેલું સુત્ર યાદ આવ્યું કે  શિક્ષક બાળકને શીખવી ના શકે પરંતુ તે શીખતો થાય તેવા સંજોગો પેદા કરી શકે. જોકે આ સંજોગ મેં  પેદા નહોતા કર્યા પણ અહીતો એ નાનો ટાબરીયો મને શીખવી ગયો.

   

No comments:

Post a Comment