
Sunday, February 9, 2014
સરસ્વતી વંદના

ગાંધી નિર્વાણ દિન
બાળકોએ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને તેમના નિર્વાણ દિને ફૂલ તથા સુતરની આંટી ચડાવી શ્રદ્ધાંજલિ આપી. આચાર્ય શ્રીએ ગુરુ વાણીમાં બાળકોને ગાંધીજીના જીવન પ્રસંગો કહી એમાંથી પ્રેરણા મેળવવા કહ્યું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો આપણા રાષ્ટ્રપિતા વિષે જાણે તથા આપણે પણ આપણું જીવન એમણે આપેલા આદર્શો પર ચલાવીએ તેવું બનાવીએ. કહેવાય છેકે કુમળો છોડ વાળીએ તેમ વળે તેથી જ આ ઉમરે શીખેલી વાત બાળકો જીવનભર યાદ રાખે છે. તેથી એમના જીવનને આદર્શ માર્ગે વાળવાનો આ શ્રેષ્ઠ સમયગાળો છે.
અવાજ

બાળકોએ પોતાની જાતે ટકટકિયુ બનાવી અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે જાણ્યું. આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકોએ સરળતાથી જાણ્યું કે અવાજ કેવીરીતે ઉત્પન્ન થાય છે. આ પ્રવૃતિઓ દ્વારા જ્ઞાન મેળવવું કંટાળાજનક બનતું નથી. તતઃ શિક્ષક્નુ કામ સરળ થઇ જાય છે.
Thursday, February 6, 2014
પ્રજાસત્તાકદિનની ઉજવણી
પ્રજાસત્તાક દિન નિમિતે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલ હતો. બાળકોને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. દાતા તરફથી વાલી અને બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી બાળકોમાં આપણો સાંસ્કૃતિક વારસો જળવાયેલો રહે. આપણી અસ્મિતા ઉજાગર થાય. બાળકોમાં દેશ પ્રેમ તથા દેશ પ્રત્યે ગૌરવ વધે. બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિનો વિકાસ થાય.
Subscribe to:
Posts (Atom)