૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જયારે વિશ્વ આખું આ દિવસની ઉજવણી કરતુ હોય ત્યારે પ્રભુનગર એમાંથી બાકી કઈરીતે રહી જાય? આ દિવસની પ્રભુનગર શાળામાં પણ ખુબ ઉત્સાહથી ઉજવણી થઇ .જેમાં એસ. એમ. સી. સભ્યો, ગ્રામ જનો, શિક્ષકો તથા બાળકો પણ જોડાયા.

પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અમારી શાળાના મુખ્ય અતિથિ શ્રી ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગરના ચેરમેન શ્રી વિવેકભાઈ પટેલ સાહેબ શ્રી પધારેલ હતા. શાળામાં પ્રાર્થના તથા યોગ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઇ. મહેમાનો તથા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા. શાળાના બાળકો દ્વારા અમૃત વચન કહેવાયા. સાહેબ શ્રી દ્વારા શાળા પરિવાર તથા વાલીઓને પ્રેરણા આપવામાં આવી. એસ. એમ. સી ના કાર્યને બિરદાવવામાં આવ્યું શાળામાં થતી પ્રવૃતિઓ તથા એસ.એમ. સી. સભ્યોની સક્રિયતા જોઈ સાહેબશ્રી આનંદિત થયા. વ્રુક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન અંગે એસ.એમ.સી.સભ્યોની મીટીંગ રાખવામાં આવી હતી . તથા બાળકોને પાઠ્યપુસ્તકોની વહેચણી પણ કરવામાં આવી.સભ્યોને આ વર્ષથી શાળા પ્રજ્ઞા શાળા થાય છે તેની માહિતી પણ આપી.

આપના દેશના ઘડવૈયા તથા દેશનું નામ દુનિયામાં રોશન કરનાર ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મ દિને પ્રભુનગર શાળામાં બાળકો તથા એસ.એમ.સી. સભ્યો સાથે મળી પ્રભાત ફેરી ફરી. ત્યારબાદ બાબા સાહેબ આંબેડ કરને શ્રદ્ધાંજલિ આપી. બાળકોએ બાબા સાહેબના જીવન પ્રસંગ આધારિત ક્વીઝમાં ભાગ લીડો. તથા વકતૃત્વ સ્પર્ધા પણ યોજી. શાળાના આચાર્ય શ્રીએ બાબા સાહેબ વિષે વિસ્તૃત માહિતી આપી.
બાળકોએ આખા વર્ષ દરમ્યાન કરેલ પ્રવૃતિઓમાં ભાગ લઇ કરેલ મહેનતને બિરદાવવાનો તથા પ્રોત્સાહન આપવાનો દિવસ એટલે વાર્ષિકોત્સવ .વર્ષ દરમિયાન કરેલ પ્રવૃતિમાં મેળવેલ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર બાળકોને ઇનામ આપ્યા.બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કર્યો.
વાલી મીટીંગમાં આવેલ વાલીઓને પોતાના બાળકોની પ્રગતિની ચર્ચા કરી.સાથે સાથે ધોરણ ૫ પૂરું કરી વિદાય લેતા બાળકોને શાળા પરિવાર તરફથી શુભેચ્છા ભેટ આપી. આમ ખુશી અને દુઃખ એવી બેવડી લાગણી સાથે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સમાપન થયું.
વ્રુક્ષો આપણને જીવનથી મૃત્યુ પર્યંત ખુબ જ ઉપયોગી છે. બાળકો વ્રુક્ષોનુ મહત્વ સમજે તે હેતુથી શાળામાં વ્રુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું.
આજે વિશ્વમાં પાણીની સમસ્યા ખુબ વિકટ બની છે ત્યારે બાળકો પાણીનું મહત્વ સમજે તે હેતુથી વિશ્વ જળ દિન નિમિતે બાળકોની ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ હતું.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી રૂપે તથા બાળકો માતૃભાષાનું સન્માન જાળવેતે હેતુથી શાળામાં ભાષા ક્વીઝનું આયોજન કરેલ હતું તથા શાળામાં પોતાની ભાષામાં અભિવ્યક્તિ માટે માતૃભાષામાં ગીતનું આયોજન કરેલ હતું.

હોળી એ બાળકોનો પ્રિય તહેવાર છે. હોળીનું નામ સંભાળતા જ બાળકોના ચહેરા ઉપર આનંદ છવાય જાય છે. અમે પણ અમારી શાળામાં આ વર્ષે ફક્ત ગુલાલથી હોળી રમી બાળકોને કેમિકલથી થતું ચહેરાને નુકસાન અને પાણીની બચતનું મહત્વ સમજાવ્યું. બાળકોને ધણી,ખજુર, ચણા, ચવાણાનો નાસ્તો કરાવ્યો.
દીપસિંગ રાજપુરોહિત તરફથી બાળકોને તિથિ ભોજન
પરમેશ્વર રેડ્ડી તરફથી પિતાની પુણ્ય તિથીએ દાળ,ભાત,શાક, લાપસી,ખમણ, પૂરી, વગેરેનું તિથિ ભોજન
,