બાળકો તથા ગ્રામજનો સાથે ધ્વજ વંદનનો કાર્યક્રમ. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાર્થના............Gods love.................wel come song...... Here we are..... ચક દે ઇન્ડિયા ગીત પર યોગ આસનો દર્શાવતા બાળકો, દેશ ભક્તિ ગીત દેશ રંગીલા......... સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગો આધારિત નાટક............ બાળકોની મસ્તીને બહાર લાવતું ગીત હટ જા રે છોકરે...........! બાળકોને બિરદાવવા મોટી જનમેદનીનો તાળીનો વરસાદ તથા દરેક કૃતિઓને મળેલ પુરસ્કારે બાળકો તથા શિક્ષકોને આનાથી વધુ સારું કાર્ય કરવાનું જોમ ભર્યું.તથા કાર્યક્રમને અંતે કમલેશભાઈ મોદી તરફથી અલ્પાહારની વ્યવસ્થા હતી.
હવાના ગુણધર્મો વિષે પ્રયોગ કરી માહિતી મેળવતા બાળકો શ્વાસ રોકી હવાની હાજરી ચકાસવી, ફુગ્ગામાં હવા ભરી એનો કદનો ગુણધર્મ જાણવો, બે સરખા માપના ફુગ્ગા લઇ વજનનો ગુણધર્મ જણાવો જેવા નાના નાના પ્રયોગો દ્વારા જ્ઞાન મેળવવું.
ખેલ મહાકુંભમાં ભાગ લેતા બાળકો : જેવી કે લાંબી કુદ, દોડવગેરે
આજ રોજ શાળામાં વાલી મીટીંગ યોજાય. સી.આર.સી. કો. ઓ.મુળદે હાજરી આપી. આટલી ઠંડીમાં પણ વાલીઓ આવ્યા. અમે યોજેલી બેઠક સફળ બનાવવા બદલ એમનો આભાર.ચા-
નાસ્તો કરી સૌ છુટા પડ્યા.
ગુરુવાણીમાં બાળકોને ઉતરાયણની વાત કરતાત્યાં જ એક બાળકે પ્રશ્ન કર્યો સાહેબ આ ઘણા દિવસથી છાપામાં કાઈટ ફેસ્ટિવલની વાત આવે છે તો આ કાઈટ ફેસ્ટિવલ છે શું? મેં જવાબ આપ્યો બેટા આ જુના શરીરને નવા કપડા! બાળક કહે સાહેબ સમજાય એવું કહોને .મેં કહ્યું બેટા તું દર વર્ષે આ તહેવાર ઉજવે જ છે. જે તારો પતંગોત્સવ એ જ આ લોકોનો કાઈટ ફેસ્ટિવલ. બાળક કહે હા આ જ જુના શરીરના નવા કપડા.
જેમ અસ્તાચળનો સુર્ય જીવનમાં એક આશા અને સપનાઓને સાકાર કરવાની પ્રેરણા આપે છે તેમ સ્વામીજીની આ જન્મ જયંતિઓ અનેક વર્ષોથી ભારત વર્ષને નવી રાહ અને પ્રેરણા આપે છે. આવો સૌ સાથે મળી સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પીએ તથા જીવનમાં જોયેલા સ્વપ્નો સાકાર કરવા ઉઠીએ, જાગીએ, અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા.રહીએ.
તાલુકા કક્ષાના રમતોત્સવમાં શાળાના શિક્ષકો તથા બાળકો યોગ સ્પર્ધામાં