શરીરની સ્વચ્છતામાં બાળકોના નખ, વાળની સ્વચ્છતા તથા શાળામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ રાખવામાં આવ્યો.
બીજા દિવસે મધ્યાહન ભોજન સ્વચ્છતા
તારીખ ૧૪ થી ૧૯ સુધી શાળાઓમાં બાળ સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રથમ દિવસે વર્ગ સફાઈ, મેદાન સફાઈ કરી.
બાળકોને નદીકિનારે લઇ જઈનદીકિનારો, ટેકરીની સમજ આપી. બાળકો નદીની રેતીમાં રમ્યા તથા નાસ્તો કર્યો નદી વિષે માહિતી મેળવી.
બાળકોને વિવિધ જાહેર સ્થળો જેવાકે પોસ્ટ ઓફિસ, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન વગેરે સ્થળોની મુલાકાત લેવડાવી તેમના કાર્યોની માહિતી મેળવી .

નાના બાળકો દ્વારા પોતાની કલાકારીગરીનું
પ્રદર્શન
શાળાના બાળકો સાથે દિવાળી મનાવવાની જે ખુશી છે તે બીજા કશામાં

કીમમાં કીમ એજ્યુકેશન સોસાયટી દ્વારા રંગોળી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં કલાકારોની કલાકારીગરી જોઈ મંત્ર મુગ્ધ થઇ જવાય.અને આ કારણે જ હું બાળકોને આ પ્રદર્શન જોવા લઇ જવા લલચાયો કે કલર કરોટીથી આવી અદભૂત કારીગરી બીજે ક્યાંય જોવા ના મળે.
ખેલ મહાકુંભમાં શાળા કક્ષાએ સ્ટેન્ડિંગ જંપ તથા દોડની સ્પર્ધા રાખેલ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો.
વિ
શ્વ વૃદ્ધ દિન નિમિતે શાળામાં દાદા-દાદી ડેની ઉજવણી કરવામાં આવી. તેમનું સન્માન કરવામાં આવ્યું તથા તેમની મહતા આપના જીવનમાં શું છે તેની વાતો કરવામાં આવી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો વૃદ્ધ દાદા દાદીનો આદર કરતા થાય પોતાના જીવનમાં એમનું સ્થાન ક્યાં અને કેવું છે તે જાણે .
દીપસીંગ રાજપુરોહિત તરફથી દાળ, બાટી, ચુરમા, ચીપ્સનું ભોજન તથા પેન્સિલની ભેટ
ગિજુભાઈ તરફથી દાળ, ભાત, શાક, પૂરી, ખમણ, જલેબીનું તિથીભોજન
હીરાકાકા તરફથી ખીર, પૂરી, શાકનું ભોજન તથા બિસ્કિટનો નાસ્તો
તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં સ્કાય બસ પ્રોજેક્ટ સાથે પ્રભુનગર શાળાની બાળાઓ
તાલુકાકક્ષાના પ્રદર્શનમાં બેટી બચાવો વિષય પર વક્તવ્ય આપતી શાળાની બાળા

જ્ઞાન સપ્તાહના છેલ્લા દિવસે શાળામાં નિવૃત ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું તથા ગુરુજનોની આરતી ઉતારવામાં આવી. ગુરુજનોના પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા. વાલીઓના પ્રતિભાવો મેળવ્યા. એક વળી માતા પોતાની પુત્રીની પ્રગતિ જોઈ ભાવવિભોર બની ગયા. સાથે સમગ્ર વાતાવરણ શિક્ષકની મહતા સમજાવી ગયું. જ્ઞાન સપ્તાહ દરમ્યાન થયેલ વિવિધ સ્પર્ધોના ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વાલીઓનો આટલો બધો સહકાર જોઈ ગુરુજનો આશ્ચર્ય પામ્યા.