Tuesday, September 2, 2014

શિક્ષક કદી શીખવી શકતો નથી ફક્ત પ્રેરણા આપી શકે છે!!!!!!!!

સાચું જ કહ્યું છે કે બાળકને કદી શીખવવાની જરૂર પડતી નથી એને ફક્ત એનામાં રહેલા સત્વથી પરિચિત કરાવવાની જરૂર છે.બાળકને એની મંઝીલ નક્કી કરવામાં મદદ રૂપ થવાની ચાવી જ ફક્ત શિક્ષકે બનવું જોઈએ એની પાસે ઘણું છે તેનાથી ફક્ત માહિતગાર કરવાનું છે. આ વાતનું સચોટ ઉદાહરણ છે અમારો આ ધોરણ ૫નો નાનકડા મગજનો બાળક જેણે તેના તૂટેલા રમકડાની મોટરનો ઉપયોગ કરી તેની સાથે સેલ જોડી પંખો ફરતો કર્યો. હા, હમણા તો આ કાર્ય  કોઈ મોટું નથી પરંતુ જે બાળક અત્યારે આટલું વિચારી શકે તે આગળ જતા ઘણું કરી શકે છે. 

No comments:

Post a Comment