સ્વછતા અભિયાન અંતર્ગત શાળાને સ્વચ્છ રાખવા ઉપરાંત સ્વચ્છતા રેલી ,નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. જેના દ્વારા બાળકોમાં સ્વચ્છતાનો ગુણ કેળવાય.
ગૌરી વ્રતમાં બાળાઓ દ્વારા ખવાતા સુકા મેવામાં પિસ્તાની છાલમાંથી કુદરતી દ્રશ્ય બનાવતા બાળકો. આવી પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સમૂહ ભાવના તથા એમનામાં રહેલી શક્તિઓ બહાર આવે છે.
મુળદ કેન્દ્રમાં અલુણા વ્રત નિમિતે ૮ શાળાઓ વચ્ચે અન્ત્ષારી સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં ધોરણ એકથી પાંચ અને છથી આઠ વચ્ચે રાખવામાં આવી હતી જેમાં ધોરણ એકથી પાંચમાં અમારી શાળાની બાળાઓ પ્રથમ ક્રમે આવી. આમ અમારા તરફથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવાનો પુરો પ્રયત્ન કરવામાં આવે છે.
બાળકો પ્રવૃત્તિ શીલ હોય છે પ્રવૃત્તિ કરવું એમને ખુબ ગમે છે. જો એમને કોઈ મનગમતી પ્રવૃત્તિ આપવામાં આવે તો એમના મો ઉપર જે ખુશી હોય છે તે જોવી પણ એક લ્હાવો છે. ધોરણ એકના બાળકો છાપકામ દ્વારા જીવ જંતુના ચિત્રો બનાવી રહ્યા છે તથા એમના ગુરુને હોંશથી બતાવી રહ્યા છે.
ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય આપણા દેશમાં પ્રાચીન કાળથી ગુરુનું ખુબ મહત્વ રહ્યું છે. પ્રાચીન કાળથી વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા. ગુરુની આજ્ઞા રાજા મહારાજાઓ પણ માથે ચડાવતા. એવા આ દેશમાં આજે પણ ગુરુનું એ જ સ્થાન છે.
આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકો જીવનમાં આવતી સ્પર્ધાઓ સામે અડીખમ ઉભા રહેવા સક્ષમ થાય એવા હેતુથી તથા ગૌરી વ્રતનો આનંદ માણી શકે તે માટે શાળામાં miss. gorma & mr. kesariya સ્પર્ધા રાખવામાં આવી હતી.
શાળામાં વાર્ષિકદિનની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોના વાલીઓ તથા એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ હાજરી આપી. આ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો તથા શાળાની વિવિધ પ્રવૃતિઓમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તથા શિલ્ડ બાળકોના વાલીઓના હસ્તે આપવામાં આવ્યા. આ સાથે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓની વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો.