અમારી શાળામાં દેશના ઘણા પ્રાંતના બાળકો રહે છે. તે દરેક પોતાની અલગ અલગ માતૃ ભાષા બોલે છે. તેઓ પોતાની માતૃ ભાષાનું સન્માન કરતા થાય તે હેતુથી આ દિનની ઉજવણી કરવામાં આવી. બાળકો પોતાની માતૃ ભાષાનું મહત્વ સમજે. તેનો આદર કરે એ જ આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ હતો. આ માટે શાળામાં ભાષા ક્વીઝ્નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વીઝ દ્વારા બાળકો ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ કેળવતા થાય, બાળકો રમતા રમતા આનંદથી ભાષાના જ્ઞાનનું દ્રઢીકરણ કરે. આ ઉપરાંત દરેક બાળક પોતાની માતૃભાષામાં ગીત રજુ કરે તેવો કાર્યક્રમ પણ રાખ્યો હતો.
No comments:
Post a Comment