મહાત્મા ગાંધી સ્વછતા અભિયાન અંતર્ગત શાળામાં સૌ પ્રથમ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીઓ પણ જોડાયા.ત્યારબાદ બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી બાળકોએ તેમાં હોંશેહોંશે ભાગ લીધો.બાળકોસ્વચ્છતામહત્વ સમજે, એમનામાં પડેલી નેતૃત્વ શક્તિ, મૌલિક અભિવ્યક્તિ, લેખન શક્તિ, તથા વિચાર શક્તિને વેગ મળે તથા તેમના હાથના મરોડ વળે તે હેતુથી સ્પર્ધાનું આયોજન થયેલ હતું . સાંજે બાઇસેગ પર આવેલ માનનીય મુખ્ય મંત્રીશ્રીનો કાર્યક્રમ એસ. એમ. સી સભ્યો સાથે નિહાળ્યો.
૨૨ મી ફેબ્રુઆરી એટલે આપના વહાલા કસ્તુર્બનો જન્મ દિવસ આ દિવસ માતૃદિન તરીકે ઉજવાય છે. અમારી શાળાના બાળકોને પણ કસ્તુરબાના જીવન વિષે જણાવ્યું. અને બાળકો પોતાની માતા પ્રત્યે પણ આદર કેળવે તે હેતુથી નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું.
અમારી શાળામાંદેશના ઘણા પ્રાંતના બાળકો રહે છે. તે દરેક પોતાની અલગ અલગ માતૃ ભાષા બોલે છે. તેઓ પોતાની માતૃ ભાષાનું સન્માન કરતા થાય તે હેતુથી આ દિનની ઉજવણી કરવામાં આવી. બાળકો પોતાની માતૃ ભાષાનું મહત્વ સમજે. તેનો આદર કરે એ જ આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ હતો. આ માટે શાળામાં ભાષા ક્વીઝ્નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વીઝ દ્વારા બાળકો ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ કેળવતા થાય, બાળકો રમતા રમતા આનંદથી ભાષાના જ્ઞાનનું દ્રઢીકરણ કરે. આ ઉપરાંત દરેક બાળક પોતાની માતૃભાષામાં ગીત રજુ કરે તેવો કાર્યક્રમ પણ રાખ્યો હતો.
ઓલપાડ તાલુકામાં ગુરુ અને શિષ્યની પ્રતિભાને બિરદાવતો કાર્યક્રમ એટલે એક શામ ગુરુ શિષ્ય કે નામ. જેમાં અમારી શાળાના શિક્ષિકાબહેન શ્રીએ ભાગ લીધો. શાળાના આચાર્ય શ્રીને પણ સન્માનવામાં આવ્યા.