Thursday, February 23, 2012

માતાના સંભારણા રૂપે તિથિભોજન


પ્રભુનગર પ્રા. શાળામાં      તિથિભોજન 











તિથીભોજનમાં  દાળ, ભાત,શાક, જલેબી, ખમણ, આરોગતા પ્રા. શા. રાજીવ નગરના બાળકો  












તિથિભોજનનો લાભ લેતા સમૂહ વસાહત પ્રા. શાળાના બાળકો 













          "તા. ૨૨/૦૨/૨૦૦૪ નાં દિવસે જયારે માતાશ્રીનું અવસાન થયું ત્યારથી અમે એવું પ્રણ લીધું કે જે માતાએ મને આજ સુધી ખવડાવી મોટો કર્યો તે માતાની સુવાસ હમેશા જીવંત રહે તે માટે જે શાળામાં હોઈએ તે શાળાના બાળકોને સારું તિથિભોજન હમેશા કરાવવું. આજે મારી માતૃશ્રીની આઠમી પુણ્યતિથિએ ત્રણ શાળાના બાળકોને તિથિભોજન આપ્યું."

                 માં વિનાનો રાંકડો માણસ 

માની વાત કરું છું ત્યારે 
થોડા ઈમોશનલ થઈ  જવાય છે.
હાસ્ય હાંશિયામાં ધકેલાઈ જાય છે.
એવું કહેવાયું છે કે :
આ જગત મધ્યે માથી વધીને એક પણ દેવી નથી.
પણ એમાં મુશ્કેલી એ છે કે,
આપની પાસે માં હાજર હોય,
આસપાસ હરતી ફરતી હોય ત્યાં લગી,
માં શું છે એની  ખબર પડતી નથી.
એ માને ગુમાવી બેસીએ ત્યારેજ 
આપણને,
શું ગુમાવ્યું છે એનો તીવ્ર અહેસાસ  થાય છે.
માને પૂરી જોયા કે જાણ્યા પહેલા જ ,
જે માણસ માતા વિહોણો થાય ગયો હોય
એની આંખમાં ધરીને જોજો.,
સાવ રાંકડો લાગશે.

-  વિનોદ  ભટ્ટ

  








1 comment: