Wednesday, February 15, 2012

પ્રવાસ










આજે મારા વન વિહારના મનમોજી પતંગિયાઓને મેં કહ્યું, શું તમારે પ્રવાસ જવું છે? મારા મોજીલા પતંગીયા થનગનાટ કરતા બોલી ઉઠ્યા ક્યારે? અને અમે પ્રવાસનું આયોજન કરી નાખ્યું. શાળાના જ એક વાલીશ્રીએ જ બાળકોને એમના વ્હીકલમાં લઇ જવાનું ગોઠવ્યું અને તે પણ ભાડું લીધા વગર. એટલે કે દાતાશ્રી તરફથી પ્રવાસ. ભૂલકાઓને લઇ અમે સુરત સરથાણા નેચર પાર્ક જોવા ગયા. જ્યાં તેમને પતંગિયાઓના વિભાગમાં જાતજાતના પતંગિયાઓ જોયા. ત્યાર પછી એમને નાસ્તો કરાવ્યો. નાસ્તામાં ખમણ, સેવ મમરા, તથા દ્રાક્ષ વગેરેનો નાસ્તો આપ્યો. નાસ્તો શાળાના આચાર્ય તરફથી આપવામાં આવ્યો. ત્યાર પછી અમે પ્રાણીઓના વિભાગમાં ગયા. ત્યાર બાદ પક્ષી વિભાગમાં ગયા. અને ત્યાંથી ઐતિહાસિક સ્થળ ગાય પગલા ગયા. ત્યાં મંદિરોના દર્શન કરી ગાયના પગલાનો ઇતિહાસ બાળકોને કહ્યો અને અમે પતિત પાવની માં તાપીના કિનારે ગયા. ત્યાં બાળકોએ દાબડા ઉત્સવ ઉજવ્યો તથા રમતો રમ્યા.  

No comments:

Post a Comment