શાળાના બાળકોએ શાળામાં વૃક્ષારોપણ કરી વિશ્વ વન દિનની ઉજવણી કરી.
બાળકો માં શારદાના પ્રગત્યોત્સવ નિમિતે માની પૂજા અર્ચના કરી મા પાસે વિદ્યા પ્રાપ્તિની પ્રાર્થના કરી.
હીરાકાકા તરફથી બાળકોને જલેબી , ખમણનો નાસ્તો, સુરજ્ભાઈ તરફથી આઈસ્ક્રીમ તથા રાકેશભાઈ તરફથી પેન્સિલ- રબરની ભેટ આપવામાં આવી.
શાળાની નવતર પ્રવૃતિઓનું પ્રેઝેન્ટેશન કરવા આચાર્યશ્રીએ
જિલ્લાકક્ષાના ઇનોવેશન ફેરમાં ભાગ લીધો.
શાળાના શિક્ષિકબહેને તાલુકા કક્ષાએ થતો કાર્યક્રમ એક શામ ગુરુ શિષ્ય કે નામમાં સી. આર. સી કક્ષાએથી ભાગ લીધો તથા શાળાના આચાર્યશ્રીનું અંગ્રેજી વિષયમાં ટેન ડે ઈંગ્લીશમાં નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા બદલ ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું.
શાળામાં વાંચન સપ્તાહની ઉજવણી દરમિયાન ધોરણ ૩ થી ૫ ના બાળકોની વાંચન સ્પર્ધા, પુસ્તકાલયનો ઉપયોગ, સ્વચ્છતા રેલી તથા ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.
દાતાશ્રી દ્વારા શાળાના બાળકોને બિસ્કીટનો નાસ્તો આપવામાં આવ્યો.