Thursday, January 23, 2014
તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ
સી. આર. સી કક્ષાએ યોજાયેલ નિબંધ, વક્તૃત્વ, સુલેખન સ્પર્ધાઓ તથા નાટ્ય સ્પર્ધામાંથી શાળાના બાળકોનો નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યા બાદ તાલુકા કક્ષાએ ભાગ લીધો. આવી સ્પર્ધાઓ દ્વારા બાળકોમાં પડેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. તેમના શરમ સંકોચ દૂર થાય છે. બાળકોમાં નેતૃત્વ શક્તિનો વિકાસ થાય છે. બાળકો નવી ઓળખાણ કેળવતા શીખે છે. અજાણ્યા માહોલમાં કઈ રીતે બધા સાથે હળાય મળાય તે શીખે છે.
શિયાળુ રમતોત્સવ
શાળામાં શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રીપગી દોડ, દોડ, લીંબુ ચમચી, સિક્કા શોધ, સોયમાં દોરો પરોવો, કોથળા કુદ, ૧ મિનિટમાં કેટલા બિસ્કીટ ખાશો?, તથા ધોરણ ૧અને ૨ના બાળકો માટે દેડકા દોડ તથા સંગીત ખુરશીની રમત રાખવામાં આવી હતી આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં આત્મ વિશ્વાસ કેળવાય છે. ખેલદિલીની ભાવના કેળવાય છે. બાળકોમાં ચોકસાઈ તથા સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. બાળકોની શારીરિક શક્તિનો વિકાસ થાય છે.
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ સમાપન સમારોહ
શ્રી રામકૃષ્ણ - વિવેકાનંદ સેવા કેન્દ્ર, કીમ અને કીમ વિભાગની શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની ૧૫૧મી જન્મ જયંતિની ઉજવણી તેમજ સ્વામીજીના ૧૫૦મ જન્મ જયંતિ મહોત્સવ(૨૦૦૯-૧૪)ના સમાપન પ્રસંગે આયોજિત સ્વામીજીના જીવનપ્રસંગો આધારિત નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધામાં શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવ્યા તથા કાર્યશીલ આચાર્ય તરીકે શાળાના આચાર્યશ્રીને સન્માનવામાં આવ્યા.
Tuesday, January 14, 2014
Subscribe to:
Posts (Atom)














