Monday, December 31, 2012

સી.આર.સી કક્ષાનો રમતોત્સવ

















સી.આર.સી કક્ષાની રમત સ્પર્ધામાંશાળાના   વિદ્યાર્થી- વિદ્યાર્થીની તથા શિક્ષિકા બહેન પસંદગી પામ્યા.  યોગ સ્પર્ધામાં પસંદગી પામ્યા. હવે તેઓ તાલુકા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. 








Wednesday, December 26, 2012

ચાલો જઈએ મેળે





શાળામાંથી બાળકોને બાજુના ગામ સ્યાદલામા ભરા તા મેળામાં લઈ ગયા જ્યાં બાળકોને શાળાના આચાર્યશ્રીએ બાળકોને ચકડોળમાં બેસાડ્યા તથા મેળામાં મળતો નાસ્તો પણ કરાવ્યો.બાળકોએ જાત જાતના રમકડા પણ લીધા. 

નાતાલ



બાળકો બધા જ  ધર્મોથી માહિતગાર થાય એ આશયથી શાળામાં શક્ય એટલા તહેવારોઉજવણી કરીએ છીએ કહે છેનેકે જે સભાલાવાથી નથી આવડતું તે કામ કરવાથી ઝડપથી આવડી જાય છે.તે હેતુ થી શાળામાં નાતાલની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ શિક્ષકોએ શીખવેલ પ્રવૃતિઓના ઉપયોગકરી જાતે જ તોરણો, ચિત્રો, મ્હોરા વગેરે દ્વારા વર્ગ સજાવટ કરી.બાળકોના પ્યારા શાંતા ક્લોઝે આવી બાળકોને મનોરંજન પૂરું પડ્યું તથા ચોકલેટ પણ આપી આ કાર્યક્રમમાં એસ.એમ. સી.ના મહિલા વાલીઓએ પણ હાજરી આપી. 

મૂક અભિનય


વ્યવસાયકારોનો  મૂક અભિનય કરતા બાળકો 

વાડીમાં થઇ ઉજાણી





એસ.એમ. સી. સભ્ય શ્રી સુરેશભાઈ કે જેઓ ખેડૂતતથા પશુપાલક પણ છે તેમની વાડીમાં બાળકો સાથે ઉજાણીનો કાર્યક્રમ ગોઠવ્યો.તેના ઉપક્રમે બાળકોને પશુ ઉછેર ,ઘાસ કાપવાનું 
મશીન ,ખેતીના પાકો 
માહિતી આપી. ત્યારબાદ 
બાળકોએ નાસ્તો કર્યો તથા એસ. એમ. સી દંપતી ધ્વારા તેમને ગાયનું તાજું દૂધ આપવામાં આવ્યું. બાળકો ઘણી રમતો રમ્યા. તેમને ખુબ મઝા આવી.