Tuesday, July 9, 2013

મેવલિયો

ધોરણ-૫ માં  મેવલિયો કાવ્યમાં મેઘને મનાવવા નીકળેલી બાળાઓ સાથે વર્ષાગીતનો  તાલ આપતા બાળકો. આજના આ શહેરી કારણના યુગમાં બાળકો આપણા લોકરિવાજોથી દુર થતા જાય છે ત્યારે બાળકોને મેઘના દેવ ઇન્દ્રને મનાવવા ગામડાની ભોળી બાળ કેવાકેવા પ્રયત્ન કરે છે તેની ઝાખી કરાવવા શાળામાં ધુન્ધીયા બાપજીની પ્રતિકૃતિ બનાવી તેને પીળી કરેણનો હાર પહેરાવી પોતાના માથા ઉપર એમને લઇ વરસાદને મનાવવા નીકળે છે . આ રીતે બાળકોનેઆ લોકગીતના ભાવ જગતથી વાકેફ કર્યા.

 

પુરક પોષણ આહાર

 ફળોના રાજાની જ્યાફત ઉડાવતા બાળકો અને તેમાં મદદ કરતા શિક્ષિકા  બહેન શ્રી.



શાળા તત્પરતાની પ્રવૃતિઓ



શાળા તત્પરતાની વિવિધ પ્રવૃતિઓમાંની એક 

શાળા પ્રવેશોત્સવ

આમ તો પહેલા પણ બાળકો શાળામાં પ્રવેશતા જ હતા. શાળામાં બાળકોનું આગમન સ્વાભાવિક હતું. આજે પણ છે. પણ આજે બાળકોનું આગમન શાળા અને વાલીઓ માટે એક અદકેરો ઉત્સવ બની રહ્યો છે. નાના નાના પગલા માંડી બાળક જયારે શાળામાં આવે છે ત્યારે શાળામાં જાણે વસંત ખીલી ઉઠી હોય એવું લાગે છે.આગળના ધોરણમાં ભણતા બાળકો જાણે આવનાર કોઈ સ્વજન ના હોય એમ એની સેવા સરભરામાં લાગી જાય છે ત્યારે સાચા અર્થમાં આ એક ઉત્સવ બની જાય છે. અહી આપ નિહાળશો શાળાના પ્રવેશોત્સવ રથમાં આવી રહેલ અમારા નવા નવેલા વિદ્યાર્થીઓ.


Thursday, May 23, 2013

વેશભૂષ સ્પર્ધા

આ પ્રવૃતિનું વર્ણન કઈ રીતે કરવું તે મને પોતાને સમજાતું નથી . તમે જોયને નક્કી કરજો અહી તમને બાળકોની કલ્પના શક્તિનું જગત કેટલું વિસ્તૃત હોય છે તે જોવા મળશે.







વિશ્વ વન દિન

શાળાના એસ. એમ. સી. સભ્યો દ્વારા શાળાના પટાંગણમાં ઔષધી વનસ્પતિ,રસોઈમાં ઉપયોગી વનસ્પતિ તથા ફૂલછોડ વાવવામાં આવ્યા. 

વિશ્વ જળ દિન

બાળકો આપણા જીવનમાં પાણીનું મહત્વ સમજે એ હેતુથી બાળકોને પાણીના સ્ત્રોતો, ઉપયોગીતા વિષે જાણકારી આપી  અને એના આધારે બાળકોની ચિત્ર સ્પર્ધા યોજી વિશ્વ જળ દિનની ઉજવણી કરી.