Saturday, December 15, 2012

બાળમેળો

 આજ રોજ પ્રભુનગર પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરેલ હતું. જેમાં કાગળકામ, ચિત્રકામ, ચિટકકામ, છાપકામ, બાળગીત, અભિનયગીત, બાળવાર્તા, નાટક, માટીકામ જેવી વિવિધ પ્રવૃતિમાં બાળકોએ ભાગ લઇ ખુબ આનંદ કર્યો. જેની થોડી ઝલક  આપ સૌના માટે. 



રંગોળી સ્પર્ધા



બાળકોને આપણે વિશ્રાંતિ આપીએ છીએ પરંતુ એમને તો એની પણ ક્યાં જરૂર હોય છે એ તો સતત કૈકને કૈક નવું શીખતા જ રહે છે. બાળકો અનુકરણશીલ હોય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અહી રજુ કર્યું છે. શાળાની કમ્પાઉન્ડ વોલનું ચણતર ચાલતું હોય કડીયાભાઈની નકલ કરી ઘર બનાવતા તથા તેમના જેવા સાધનો પોતાની આપસૂઝથી બનાવતા બાળકો. શું તમને આવું ક્યારેય સુઝ્યું છે?
ગાંધીજીના જીવનપ્રસંગોનું નાટ્યકરણ કરતા બાળકો 
બાળકોએ બનાવેલચાડિયાની પ્રતિકૃતિ સાથે કાવ્યગાન કરતા બાળકો. બાળકોને આઝાદી આપો પછી જુઓ કે એમને શીખવવા જેવું તો આપણી પાસે કઈ જ નથી. 
પોતાના શિક્ષકના માર્ગદર્શન  હેઠળ માહિતી એકત્ર કરી પ્રોજેકટકાર્ય કરતા બાળકો