મને પાંખ આપો મારે ઉડવું છે. મને શીખવો નહિ મને શીખવા દો.
પ્રભુનાગરના બાલ વૈજ્ઞાનિકોએ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં મુલદ કેન્દ્રમાંથી સંશાધન વિભાગમાં ભાગ લીધો.
વિભાગ : સંશાધન પ્રભુનગર પ્રા. શાળાના બાળકો દ્વારા આલ્કોહોલ અને એલ.પી. જી. ડિટેક્ટરનો પ્રોજેક્ટ મુકવામાં આવ્યો.
આવું સદ્ ભાગ્ય કોનું હોય કે જેના જન્મ દિવસની રાહ પોતાના કરતા બાળકો ઘણા દિવસથી જોતા હોય અને તે પણ કોઈ અપેક્ષા વગર ફક્ત તમને શુભેચ્છા આપવા.હા, મારા જન્મ દિવસની વાત કરું છું. જેની રાહ બાળકો ઘણા દિવસથી જોતા હતા
એટલે મારે પણ બાળકોને ભેટ આપવાનું વિચારતા એક ખ્યાલ એવો આવ્યો કે "અક્ષર સુધારણા " કાર્યક્રમ ચાલતો હોય બાળકોને ડબલ લાઈનની નોટબુક ભેટ આપી. તથા જલેબી તથા ચેવડાનો નાસ્તો આપ્યો.
કાન્હાના તોફાનો તો આપણે જોવા નથી ગયા પરંતુ આપણાવર્ગમાં ભણતા કાન્હાના તોફાનો જોવાનું સદ્ ભાગ્ય આપણને હરરોજ મળે છે. મને નથી લાગતું કે નંદલાલાના તોફાનો આનાથી અલગ હશે! તો ચાલો અમારા કાનના તોફાનો જોઈએ.
કાના સાથે નાસ્તો લેતા પ્રભુનગર શાળાના ગોપ ગોપીઓ