Thursday, February 1, 2018
તિથીભોજન
રમીલાબેન ગોહિલ તરફથી બાળકોને તિથીભોજન કરાવવામાં આવ્યું.
સ્વચ્છ ગણતંત્ર સપ્તાહની ઉજવણી
શાળામાં તાલુકા કક્ષાએથી આવેલ કો - ઓર્ડીનેટર શ્રી દીપેનભાઈ તરફથી શાળાના ધોરણ ૩ થી ૫ ના બાળકોની નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધા યોજી હતી .તેમણે બા
ળકોને હેન્ડ વોશ કરતા પણ શીખવ્યું.
વસંત પંચમી
સરસ્વતીના લાડકવાયા દ્વારા માની સાધના કરી એમની ચરણ વંદના કરી એમના આશીર્વાદ મેળવ્યા. માની પ્રાર્થના શ્લોક દ્વારા એમનો આભાર માન્યો.
ઉત્તરાયણની ઉજવણી
ઉત્તરાયણના તહેવારે ભરતભાઈ તરફથી બાળકોને જલેબી, તલના લાડુ, મમરાના લાડુ તથા પતંગ આપ્યા. બાળકોએ પતંગ ચગાવી આનંદ માણ્યો.
તિથીભોજન
હિરેનભાઈ દ્વારા પોતાના પિતાની પુણ્યતિથિ નિમિતે બાળકોને ભોજન તથા શાળામાં ૧૦ ગ્લાસનું દાન આપ્યું.
સ્વામી વિવેકાનંદ જયંતિ
સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિતે શાળામાં વિવેકાનંદજીને શ્રદ્ધાંજલિ અર્પી. તથા તેમના જીવન પ્રસંગો દ્વારા બાળકોને પ્રેરણા આપી. આપનો દેશ સંતો - ઋષિઓની ભૂમિ છે. એમના જીવન પ્રસંગો ખુબ પ્રેરણા દાયી હોય છે.
તિથીભોજન
શાળાના ઉપશિક્ષિકાબહેનશ્રી દ્વારા પિતાની પુણ્ય તિથીએ બાળકોને દાળભાત, શાક, લાપસીનું જમણ આપવામાં આવ્યું.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)