Sunday, January 7, 2018

કારીગરોની મુલાકાત

બાળકોને સુથાર, લુહાર, ડોક્ટર, શિક્ષક, કડિયો, પશુપાલક , દરજી વગેરેની બાળકોને મુલાકાત કરાવી. જેથી બાળકો આપણા વ્યવસાયકરોને નજીકથી જાણે તથા આપણા જીવનમાં તેમના મહત્વને જાણે જેથી તેઓ સમજી શકે કે કોઈ કામ નાણું નથી હોતું. દરેકનું એક અલગ મહત્વ હોય છે. 

જાહેર સ્થળોની મુલાકાત

બાળકોને રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન,મંદિર, આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, બાગ જેવા જાહેર સ્થાનોની  મુલાકાત કરાવી . 
               જોયેલું - અનુભવેલું ક્યારેય ભૂલી શકાતું નથી. અને બાળકો ખુબ જ સરળતાથી શીખી જાય છે.



   

Saturday, January 6, 2018

પર્યટન - ઉજાણી

કીમ બાગમાં બાળકોએ રમતો રમી લપસણી, હીચકા જેવી ઘણા રમતોના સાધનો ઉપર મઝા કરી . શ્રી રાજનભાઈએ બાળકોને તિથીભોજન પણ કરાવ્યું. બાળકોએ ખુબ આનંદ કર્યો. 








SPORTS DAY

શાળામાં  શિયાળુ રમતોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં કોથળા કુદ, દોડ, ત્રીપાગી દોડ ,એક મીનીટમાં કેટલા બિસ્કીટ ખાશો?. સ્લો સાયકલ, લીંબુ ચમચી, દેડકા દોડ , સંગીત ખુરશી, જેવી રમતો હતી. આ રમતોત્સવમાં બાળકોએ તો હોંશ ભેર ભાગ લીધો. સાથે સાથે એમના વાલીઓએ પણ ભાગ લીધો. 

 





રંગોળી સ્પર્ધા




ગરબા સ્પર્ધા

નવરાત્રી દરમ્યાન શાળામાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો.  

આજનો દિપક

શાળાના નાનકડા મીતના જન્મ દિને તેણે બાળકોને બિસ્કીટનો નાસ્તો આપ્યો.