શાળામાં શિયાળુ રમતોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં કોથળા કુદ, દોડ, ત્રીપાગી દોડ ,એક મીનીટમાં કેટલા બિસ્કીટ ખાશો?. સ્લો સાયકલ, લીંબુ ચમચી, દેડકા દોડ , સંગીત ખુરશી, જેવી રમતો હતી. આ રમતોત્સવમાં બાળકોએ તો હોંશ ભેર ભાગ લીધો. સાથે સાથે એમના વાલીઓએ પણ ભાગ લીધો.
નવરાત્રી દરમ્યાન શાળામાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો.
શાળાના નાનકડા મીતના જન્મ દિને તેણે બાળકોને બિસ્કીટનો નાસ્તો આપ્યો.
રાજનભાઈ (ગાયત્રી ટેલર્સ ) તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.
પ્રભુનગરમાં જ રહેતા ભરતભાઈના પરિવારે પોતાના દીકરાનો પ્રથમ જન્મ દિવસ અમારી શાળાના બાળકો સાથે ઉજવ્યો.
શાળાના બાળકો સી. આર. સી. કક્ષાએ પ્રથમ આવી તાલુકા કક્ષાએ ભાગ લીધો.