Monday, January 1, 2018

રક્ષાબંધન

શાળામાં બાળકોએ ભેગા મળી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી. ભાઈઓએ પોતાની બહેનને પોતાની બચતમાંથી વસ્તુ લઇ ભેટ આપી. 



તિથીભોજન

હીરાકાકા તરફથી બાળકોને ખીર, પૂરી, શાકનું ભોજન આપવામાં આવ્યું.

બાલસભા

શાળામાં દર શનિવારે બાલસભા કરવામાં આવે છે . જેમાં નાટકો, બાળવાર્તા, અભિનય ગીત, રમત, સર્જનાત્મક પ્રવૃતિઓ સામાન્ય જ્ઞાનને લગતી પ્રવૃત્તિ વગેરે કરીએ છીએ.

નવરાશની પળોનો ઉપયોગ


પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. અને બાળપણથી જ પુસ્તકોનો સથવારો મળી જાય તો એનાથી વિશેષ કોઈ ઉત્તમ કોઈ કાર્ય નથી . અમે શાળામાં  બાળકોને વિશ્રન્તીના સમયનો સદઉપયોગ કરી શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરી પોતાના જ્ઞાનમાં વધારો કરવાની ટેવ પડી જ દીધી છે. જે એમને જીવનમાં ખુબ ઉપયોગી નીવડશે .
 

અલુણા વ્રત

અલુણા વ્રત નિમિતે શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં મહેંદી સ્પર્ધા, મિસ. ગોરમા, મિ. કેસરિયા જેવી સ્પર્ધાનું આયોજન કરેલ હતું.



Friday, December 22, 2017

પ્રજ્ઞા પ્રવૃતિઓ






આપત્તિ વ્યવસ્થાપન

બાળકો કુદરતી આપત્તિ સમયે ધીરજ અને શાંતિથી પોતાના પરિવારને મદદ રૂપ થઇ શકે તે માટે બાળકોને કુદરતી આપતીઓની સમજ તથા  તેમાં કઈ રીતે રક્ષણ કરવું તેની માહિતી શાળાના શિક્ષિકાબહેન શ્રી દ્વારા આપવામાં આવી.