Sunday, March 2, 2014

મહાત્મા ગાંધી સ્વછતા અભિયાન

મહાત્મા ગાંધી સ્વછતા અભિયાન અંતર્ગત શાળામાં સૌ પ્રથમ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીઓ પણ જોડાયા.ત્યારબાદ બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી બાળકોએ તેમાં હોંશેહોંશે ભાગ લીધો. બાળકો સ્વચ્છતામહત્વ સમજે, એમનામાં પડેલી નેતૃત્વ શક્તિ, મૌલિક અભિવ્યક્તિ, લેખન શક્તિ, તથા વિચાર શક્તિને વેગ મળે તથા તેમના હાથના મરોડ વળે તે હેતુથી સ્પર્ધાનું આયોજન થયેલ હતું . સાંજે બાઇસેગ પર આવેલ માનનીય મુખ્ય મંત્રીશ્રીનો કાર્યક્રમ એસ. એમ. સી સભ્યો સાથે  નિહાળ્યો. 





Saturday, March 1, 2014

વાલી મીટીંગ

બાળકોની પ્રગતિની ચર્ચા, તથા બાળકો પ્રવાસ જવાના હોય તેની માહિતી આપવા માટે વાલી મીટીંગ રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

રાષ્ટ્રીય માતૃ દિન

૨૨ મી ફેબ્રુઆરી એટલે આપના વહાલા કસ્તુર્બનો જન્મ દિવસ આ દિવસ માતૃદિન તરીકે ઉજવાય છે. અમારી શાળાના બાળકોને  પણ કસ્તુરબાના જીવન વિષે જણાવ્યું. અને બાળકો પોતાની માતા પ્રત્યે પણ આદર કેળવે તે હેતુથી નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. 

વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી

અમારી શાળામાં દેશના ઘણા  પ્રાંતના બાળકો રહે છે. તે દરેક પોતાની અલગ અલગ માતૃ ભાષા બોલે છે. તેઓ પોતાની માતૃ ભાષાનું સન્માન કરતા થાય તે હેતુથી આ દિનની ઉજવણી કરવામાં આવી. બાળકો પોતાની માતૃ ભાષાનું મહત્વ સમજે. તેનો આદર કરે એ જ આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ હતો. આ માટે શાળામાં ભાષા ક્વીઝ્નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વીઝ દ્વારા બાળકો ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ કેળવતા થાય, બાળકો રમતા રમતા આનંદથી ભાષાના જ્ઞાનનું દ્રઢીકરણ કરે. આ ઉપરાંત દરેક બાળક પોતાની માતૃભાષામાં ગીત રજુ કરે તેવો કાર્યક્રમ પણ રાખ્યો હતો.

એક શામ ગુરુ શિષ્ય કે નામ

ઓલપાડ તાલુકામાં ગુરુ અને શિષ્યની પ્રતિભાને બિરદાવતો કાર્યક્રમ એટલે એક શામ ગુરુ શિષ્ય કે નામ. જેમાં અમારી શાળાના શિક્ષિકાબહેન શ્રીએ ભાગ લીધો. શાળાના આચાર્ય શ્રીને પણ  સન્માનવામાં આવ્યા. 

Sunday, February 9, 2014

સરસ્વતી વંદના

આમ તો વસંત પંચમીનું દરેક વ્યક્તિ માટે અનેરું મહત્વ છે. દરેક પોતાના શુભ કાર્ય માટે આ દિવસને પસંદ કરે છે. પરંતુ એક વિદ્યાર્થી માટે આ દિવસનું એક અનેરું મહત્વ છે કારણ કે આ દિવસને માં સરસ્વતીનો પ્રાગટ્યદિન કહેવાય છે. દરેક વિદ્યાર્થી એ મા સરસ્વતીના ઉપાસક છે. બાળકોએ સમુહમાં મા સરસ્વતીનું પૂજન કર્યું. તથા ધોરણ ચાર અને પાંચના બાળકોએ એમના ફ્રી સમયમાં  નાના ભાઈ બહેનોને વિદ્યાભ્યાસમાં પડતી મુશ્કેલીમાં મદદ કરવાનો સંકલ્પ કર્યો. 

ગાંધી નિર્વાણ દિન

બાળકોએ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને તેમના નિર્વાણ દિને ફૂલ તથા સુતરની આંટી ચડાવી શ્રદ્ધાંજલિ આપી. આચાર્ય શ્રીએ ગુરુ વાણીમાં બાળકોને ગાંધીજીના જીવન પ્રસંગો કહી એમાંથી પ્રેરણા મેળવવા કહ્યું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો આપણા રાષ્ટ્રપિતા વિષે જાણે તથા આપણે  પણ આપણું જીવન એમણે આપેલા આદર્શો પર ચલાવીએ તેવું બનાવીએ. કહેવાય છેકે કુમળો છોડ વાળીએ તેમ વળે તેથી જ આ ઉમરે શીખેલી વાત બાળકો જીવનભર યાદ રાખે છે. તેથી એમના જીવનને આદર્શ માર્ગે વાળવાનો આ શ્રેષ્ઠ સમયગાળો છે.