બાળકોમાંથી એકને શાંતાકલોઝ બનાવી બાળકોને કલ્પનાની દુનિયામાં લઇ ગયા. નાતાલ નિમિતે ધોરણ ત્રણથી પાંચના બાળકોએ વર્ગ શણગારની પ્રવૃત્તિ કરી પોતાની આગવી સુઝ અને સમૂહ ભાવનાનું પ્રદર્શન કર્યું. બાળકોએ ભેગા મળી દરેકની વાત સંભળાવી અને તે પ્રમાણે કામ કરવાની વાત સમજી. આ પ્રવૃતિને વાલીઓએ નિહાળી તથા બાળકોને ક્રિસમસના અભિનંદન આપ્યા.
Sunday, December 29, 2013
Friday, December 20, 2013
મુલ્ય લક્ષી શિક્ષણનો વિકાસ
શાળાની ધોરણ ૨ ની બાળાને શાળાના મેદાનમાંથી ૧૦૦ રૂપિયા મળ્યા. તે બાળાએ એ પૈસા પોતાની પાસે રાખી ના લેતા ધોરણ ૫ માં ભણતી પ્રિયંકાને જાણ કરી અને પ્રિયંકા તેને લઇ મારી પાસે આવી. સર પુરમને મેદાનમાંથી ૧૦૦ રૂપિયા મળ્યા. બંને બાળાઓએ તો પ્રમાણિકતા દાખવી જ દાખવી પણ પછી મેં બધાને કહ્યું કે કોના પૈસા પડી ગયા તો બધા જ બાળકો પ્રમાણીકતાથી બોલ્યા અમારામાંથી કોઈના નથી. આને જ કહેવાય મૂલ્યલક્ષી શિક્ષણ . સંજોગવસાત તે દિવસે એસ.એમ. સી. મીટીંગ હોય સૌ સભ્યોએ પણ બાળાને બિરદાવી અને એસ.એમ. સી. અધ્યક્ષાએ તેને શાબાશી આપી .
ચાલો જઈએ મેળે
ધોરણ ૧ ના બાળકોના એકમ ચાલો જઈએ મેળે અંતર્ગત બાળકોને બાજુના ગામમાં ભરાયેલ મેળે લઇ ગયા. જેથી બાળકો એકમનું વિસ્તૃત જ્ઞાન મેળવી શકે. આ મેળામાં ફક્ત ધોરણ એકના જ નહિ પરંતુ બધાજ ધોરણના બાળકોને લઇ ગયા. જેથી દરેક બાળકો મેળાનો આનંદ માંણી શકે. બાળકોમાં સમૂહ ભાવનાનો વિકાસ થાય., મોટા બાળકોને એમનાથી નાના બાળકોની સંભાળ લેવાની જવાબદારી સોપી જેથી એમનામાં સમૂહ ભાવના વિકસે, ઘરમાં માતા પિતા દ્વારા સોપવામાં આવેલી જવાબદારી નિભાવી શકે.આ પર્યટનમાં એસ. એમ. સી. ઉપાધ્યક્ષ પણ જોડાયા. મેળામાં બાળકોને ચગડોળમાં બેસાડવા, લઇ જવાનો બધો ખર્ચ શાળાના આચાર્યે ઉપાડ્યો.
Subscribe to:
Posts (Atom)













