Thursday, March 14, 2013

આંતર રાષ્ટ્રીય મહિલા દિન




આંતર  રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે શાળામાં એસ. એમ. સી. સમિતિના મહિલા હોદ્દેદારો,વડીલ મહિલા તથા પ્રભુનગરની બાળ જે ધોરણ  ૧૦માં પ્રથમ આવેલ હતી તે સૌ મહિલાઓનું શાળાની બાળાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રીએ શબ્દો દ્વારા તેમનું સ્વાગત કર્યું તથા આજની મહિલાઓની શક્તિ તથા દેશની વિવિધ ક્ષેત્રમાં આગળ રહેલ મહિલાઓની માહિતી આપી. એસ.એમ.સી. અધ્યક્ષે બાળકોને આગળ વધવાનો સંદેશ આપ્યો. બાળકોએ સમાચાર પત્રમાંથી મહિલાઓની માહિતી એકત્ર કરી એક અંક પણ બનાવ્યો. 

Friday, March 1, 2013

વાચન સપ્તાહ





બાળકો વાચન પ્રત્યે રુચિ કેળવે, બાળપણથી જ બાળકમાં ઈતર વાચનનો ગુણ વિકસે તે માટે વાચન સપ્તાહ મહત્વનો ભાગ ભજવે છે.વાચન સપ્તાહની આ પ્રવૃત્તિ કરાવી બાળકોને ગમે છે તથા પ્રવૃતિથી બાળકોને વાચન કરવાનું પ્રોત્સાહન મળે છે. તે હેતુ થી અમારી ધોરણ એકથી ચારની શાળા હોવા છતાં બને ત્યાં શુધી વાચન પર્વની દરેક પ્રવૃત્તિ કરાવીએ છીએ. જેમાં શાળા પુસ્તકાલયના પુસ્તકોનું વર્ગીકરણ, પુસ્તકાલયની મુલાકાત, વર્તમાન પત્રો આધારિત પ્રોજેક્ટ વર્ક, વાચન સહાયક કે વાચન પ્રેરક, મુખ વાચન  નિયમિત વાચક વગેરે સામેલ છે.

બાળમેળો







બાળકોનો આનંદોત્સવ એટલે બાળ મેળો. આ વર્ષે પણ બાળકોના મનપસંદ વિભાગ જેવા કે અભિનયગીત,બાળવાર્તા,નાટક, ચિત્રકામ, ચીટકકામ, રંગપૂરણી, કાગળકામ, માટીકામ, છાપકામ, રમત હતા. આવખતે તો એમની એ પ્રવૃતિને નિહાળવા એમના વાલીઓ પણ એમની સાથે જ રહ્યા પછી તો પૂછવું જ શું ?

એસ.એમ.સી તાલીમ





વાલીઓ સાથે તાદાત્મ્ય સાધવાનો અનોખો અવસર એટલે એસ.એમ.સી.મીટીંગ કે તાલીમ**********અને આવો લહાવો કેમ કરી જવા દેવાય!!!!!!!!!!! તો એ દિવસોની નાનકડી ઝલક .....વાલીઓ સાથે ગોષ્ઠી, ભોજન, એક્ષ્પ્લોઝર્ વિઝીટ, સાધન સામગ્રીનું વિતરણ, તથા બાળકો સાથે બાળમેળાનો આનંદ .........

Tuesday, February 26, 2013

માતાના સ્મરણાર્થે



આજથી નવ વર્ષ પહેલા લીધેલ એક નાનકડો સંકલ્પ મનને આટલું પ્રફુલ્લિતકરશે એવું ક્યારેય નહોતું ધાર્યું.નવ વર્ષ પહેલા અમે દંપતીએ મારી માતાની પુણ્યતિથિએ એવો સંકલ્પ કર્યો હતો કે દર વર્ષે આ દિવસે જે શાળામાં હોઈએ તે શાળાના બાળકોને ભોજન કરાવવું ત્યારથી અમે આ સંકલ્પને વળગી  બે શાળાના બાળકોને તિથી ભોજન કરાવીએ છીએ. આ વર્ષે પણ પ્રભુનગર તથા રાજીવ નગરના બાળકોને તિથી ભોજન આપ્યું. 

વિશ્વ માતૃ ભાષા દિનની ઉજવણી



બાળકો માતૃભાષાનું મહત્વ સમજે તે હેતુથી શાળામાં માતૃભાષા વિષે બાળકો સાથે વિસ્તૃત ચર્ચા થઇ અને વાચન સ્પર્ધાનું આયોજન કર્યું. પરંતુ અમારી શાળામાં વિવિધ રાજ્યોમાંથી ધંધાર્થે આવેલ નાગરિકોના બાળકો પણ ભણતા હોય તેમની માતૃભાષા જુદી જુદી છે. તેવા બાળકોએ મને સવાલ કર્યો સાહેબ માતૃભાષા એટલે ઘરમાં માતા પિતા સાથે બોલાતી ભાષા તો અમારી માતૃભાષા તો જુદી જુદી છે તો અમે અમારી માતૃભાષાના ગૌરવ માટે શું કરીએ? અને મને આપ્રવૃતી કરવાનો વિચાર સ્ફૂર્યો.કે દરેક બાળક પોતાની માતૃ ભાષાથી શાળામાં ભણતા દરેક બાળકને પરિચિત કરે. આ હેતુ સિધ્ધ કરવા અમે દરેક બાળકે પોતાની માતૃભાષામાં ગીત રજુ કરવું જેમાં બાળકોએ હિન્દી, અંગ્રેજી, મરાઠી, ભોજપુરી, કાઠીયાવાડી,આદિવાસી,ગુજરાતી, મારવાડી જેવી ભાષામાં ગીત રજુ કર્યા. 

Saturday, February 23, 2013

એક શામ ગુરુ શિષ્ય કે નામ

ઓલપાડ તાલુકામાં દર વર્ષે એક શામ ગુરુ શિષ્ય કે નામ કાર્યક્રમનું આયોજન થાય છે. જેમાં બાળકો અને શિક્ષકો મળીને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરે છે. જેમા ભાગ લેતા શાળાના શિક્ષિકા બહેન.                                                      

            ગુજરાત રાજ્ય શૈક્ષણિક નવીકરણ આયોગ ગાંધીનગર દ્વારા શાળાને રાજ્ય કક્ષાએ લઇ જનાર ઇનોવેટીવ શિક્ષકનું સન્માન બી.આર.સી ઓલપાડ દ્વારા કરવામાં આવ્યું.