Monday, January 1, 2018

સી . આર. સી. કક્ષાનો વિજ્ઞાન મેળો

સી. આર. સી. કક્ષાના વિજ્ઞાન મેળામા શાળાના ધોરણ ૫ ના બાળકોએ ભાગ લીધો . વિજ્ઞાન મેળામા વિભાગ ૪ માં બાળકોએ ભાગ લઇ પ્રથમ ક્રમ મેળવ્યો. 

 

જન્માષ્ટમી

જન્માષ્ટમી નિમિતે શાળામાં મટકી શણગાર તથા વાલીઓ અને ગ્રામજનો તથા SMC સભ્યો સાથે મળી મટકી ફોડના કાર્યક્રમ કર્યો. 




૧૫ મી ઓગસ્ટ




સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ બાળકો સાથે મળી વૃક્ષારોપણ , દેશ ભક્તિ ગીત તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. તથા સ્વાતંત્ર્ય દિનની શુભ સવારે વાલીઓ, વડીલો તથા SMC સભ્યો અને ગ્રામ પંચાયત સભ્યો સાથે ભારત માતાની વંદના કરી તથા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ગૌરવની લાગણી અનુભવી. ગામના પ્રથમ નાગરિક એવા શ્રીમતી જ્યોત્સના બેને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. ગામના તલાટી કામ મંત્રી શ્રીએ સૌને શપથ લેવડાવ્યા. આશાવર્કર  બહેને રોગો વિષે માહિતી આપી તથા તેના ઉપાયની જાણકારી આપી. સૌએ મળી ખુબ રંગે ચંગે આઝાદીના પર્વની ઉજવણી કરી.


રક્ષાબંધન

શાળામાં બાળકોએ ભેગા મળી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી. ભાઈઓએ પોતાની બહેનને પોતાની બચતમાંથી વસ્તુ લઇ ભેટ આપી. 



તિથીભોજન

હીરાકાકા તરફથી બાળકોને ખીર, પૂરી, શાકનું ભોજન આપવામાં આવ્યું.

બાલસભા

શાળામાં દર શનિવારે બાલસભા કરવામાં આવે છે . જેમાં નાટકો, બાળવાર્તા, અભિનય ગીત, રમત, સર્જનાત્મક પ્રવૃતિઓ સામાન્ય જ્ઞાનને લગતી પ્રવૃત્તિ વગેરે કરીએ છીએ.

નવરાશની પળોનો ઉપયોગ


પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. અને બાળપણથી જ પુસ્તકોનો સથવારો મળી જાય તો એનાથી વિશેષ કોઈ ઉત્તમ કોઈ કાર્ય નથી . અમે શાળામાં  બાળકોને વિશ્રન્તીના સમયનો સદઉપયોગ કરી શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરી પોતાના જ્ઞાનમાં વધારો કરવાની ટેવ પડી જ દીધી છે. જે એમને જીવનમાં ખુબ ઉપયોગી નીવડશે .