બાળ મેળામા કાગળકામ, માટીકામ, ચિટકકામ , છાપકામ,અભિનયગીત, બાળ ગીત, બાળવાર્તા, રમતો જેવા વિભાગોમાં ભાગ લઇ બાળકોએ ખુબ આનદ માણ્યો.

વિશ્વ માતૃભાષા દિનણી ઉજવણી નિમિતે શાળામાં વકતૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નાટક, લગ્નગીત, હાલરડું વગેરે સ્પર્ધાઓનું આયો જન કર્યું હતું.
શાળાના કિચન ગાર્ડનમાં બાળકોએ પાપડી, તુવેર, પાલક, લસણ, ધાણા, મેથીની સાથે બટાકા પણ વાવ્યા હતા. જે તૈયાર થતા બાળકોની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.
વિશ્વ મહિલા દિન નિમિતે શાળામાં ગામને ગૌરવ અપાવનાર દીકરીઓનું સન્માન કર્યું. તથા એમની સફળતામાં મહત્વ પૂર્ણ ભાગ ભજવનાર માતાનું પણ સન્માન કરવામાં આવ્યું. તથા શાળાને ગૌરવ અપાવનાર શાળાની દીકરીઓ તથા શિક્ષિકબહેનનું પણ સન્માન કરવામાં આવ્યું.ગામની દીકરીઓ થકી શાળાના બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
બાળકોને ઉજાણી માટે બાગમાં લઇ ગયા. ત્યાં બાળકોને દાળ, ભાત, શાક, જલેબીનું જમણ આપવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી તરફથી માતાની પુણ્ય તિથિ નિમિતે બાળકોને તિથીભોજન કરાવ્યું.
બાળકોએ ચકલી માટે બનાવેલા માળામાં ચકલીએ પોતાનું ઘર બનાવ્યું.
વિશ્વ જળ દિનણી ઉજવણી નિમિતે શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયુ.