દાતાશ્રી દ્વારા શાળાના બાળકોને બિસ્કીટનો નાસ્તો આપવામાં આવ્યો.
પ્રજાસત્તાક દિનની ઉજવણી એ આપણા માટે ગૌરવની વાત છે. આ વર્ષે પુરા રાજ્યમાં પ્રજાસતાક દિનના દિવસે ગામની વધુ ભણેલી દીકરી પાસે ધ્વજ વંદન કરાવ્યું
. તથા જે માતા પિતાને સંતાનમાં ફક્ત દીકરી જ હોય તેમનું સન્માન કર્યું . ધ્વજ વંદન કરનાર દીકરીને સન્માનપત્ર આપ્યું , તેનું સન્માન કર્યું તથા ટ્રોફીથી તેનું સ્વાગત કર્યું. સાંજે સંસ્કૃતિક કાર્યક્રમ કર્યો જેમાં શાળાના બધા જ બાળકોએ ભાગ લીધો.
બાળકોમાં બચતનો ગુણ વિકસે. બાળકો પૈસાનું મહત્વ સમજે તથા પોતાની વસ્તુ પોતે પોતાની બચતમાંથી લે એવા હેતુથી બાળકોને શાળામાં બચત બેંક શરુ કરી. જેના દ્વારા બાળકો પોતાની ચીજ વસ્તુ બચતમાંથી જ લેતા થયા. પ્રવાસ માટે પણ પોતાના જમા કરેલા પૈસા જ વાપરતા થયા.
શ્રી રાકેશભાઈ દુકાનવાળા તરફથી શાળાના બાળકોને નોટનું વિતરણ કરવામાં આવ્યું.
શાળામાં ઉત્તરાયણની ઉજવણી ખુબ ઉત્સાહથી કરવામાં આવી. બાળકોએ તલ- મમરાના લાડુની મઝા તથા પતંગ ચગાવી તહેવારની મઝા માણી.
શાળામાં વિશ્વ યુવા દિનની ઉજવણી કરવામાં આવી. બાળકોએ સ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાંજલિ આપી તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું.
અમારી શાળામાં બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે નાયબ સચિવ શ્રી એચ . જે. પુરોહિત સાહેબશ્રી આવ્યા હતા. તેઓ બાળકોની હાજર જવાબીતા તથા પ્રવૃતિઓથી ખુબ ખુશ થયા હતા. શાળાની પ્રવૃતિઓથી પ્રભાવિત થયા હતા. તેઓ વાલીઓને મળી ખુબ પ્રસન્ન થયા હતા.