શાળામાં વિશ્વ યુવા દિનની ઉજવણી કરવામાં આવી. બાળકોએ સ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાંજલિ આપી તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું.
અમારી શાળામાં બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે નાયબ સચિવ શ્રી એચ . જે. પુરોહિત સાહેબશ્રી આવ્યા હતા. તેઓ બાળકોની હાજર જવાબીતા તથા પ્રવૃતિઓથી ખુબ ખુશ થયા હતા. શાળાની પ્રવૃતિઓથી પ્રભાવિત થયા હતા. તેઓ વાલીઓને મળી ખુબ પ્રસન્ન થયા હતા.
શાળાના શિક્ષિકા બહેને યોગ સ્પર્ધામાં જીલ્લા કક્ષા સુધી પહોચી શાળાનું ગૌરવ વધાર્યું.

શાળામાં બાળકો સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી .બાળકોએ નાના શાંતા સાથે મોજ કરી .
બાળકો નાતાલના તહેવારનું મહત્વ સમજે તથા અન્ય ધર્મો વિષે જાણે. તેમનો આદર કરતા શીખે એવા હેતુથી આ ઉજવણીનું આયોજન કર્યું.
શાળાના આચાર્ય તરફથી બાળકોને મેળાની મઝા કરાવવામાં આવી . બાળકોને ચકડોળમાં બેસાડ્યા, નાસ્તો કરાવ્યો, અને સોનામાં સુગંધ ભળે
તેમ સ્યાદલા યુવક મંડળ તરફથી બાળકોને ફ્રી આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો.
ગાયત્રી ટેલર્સ કીમ દ્વારા બાળકોને ઈડલી સંભારનો નાસ્તો
શિયાળાની સવારે સૂર્ય નમસ્કાર કરી સેહત બનાવતા બાળકો