Sunday, October 25, 2015

વિશ્વ વૃદ્ધ દિન


વિશ્વ વૃદ્ધ દિનના દિવસે બાળકોને કીમ ગામમાં આવેલ વૃદ્ધ શ્રમની મુલાકાતે લઈગયા જ્યાબાળકો એ દાદાઓ સાથે વાતો કરી તેમના હાલચાલ પૂછ્યા, તેમને નાસ્તો કરાવ્યો તેમને વાર્તા - ગીતો સંભળાવ્યા. તેમની સાથે આનદ કર્યો. આજના વિભક્ત કુટુંબ પ્રથામાં બાળકોને પોતાના દાદા- દાદીનો પ્રેમ મળી રહેતો નથી તો વડીલોનો આદર તેમના સ્નેહથી બાળકો વંચિત રહે છે. તેમને દાદા દાદીનો સ્નેહ શુહોય તે બતાવવા બાળકોને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઇ ગયા.
પ્રજ્ઞા અભિગમ દ્વારા લંગડીની રમત દ્વારા અંકોનું દ્રધીકરણ કરતા બાળકો

તિથીભોજન

દીપકભાઈ કંથારિયા તરફથી પિતાની પુણ્યતિથીએ ખમણ, ચેવડો
તથા લાપસીનું તિથિ ભોજન 

સ્ટોન દ્વારા પ્રવૃત્તિ

પ્રજ્ઞા અભિગમ અંતર્ગત સપ્તરંગી પ્રવૃતિઓમાં બાળકોને નામ લખી તેમાં સ્ટોન ચોટાડવાની
 પ્રવૃત્તિ કરાવી. જેથી જે બાળકો પોતાનું નામ ના લખી શકતા હોય તે પણ ઝડપથી શીખી શકે.

માટીના ગણેશ

મારી બાળકલાકાર એવી અસ્મિતાનું કૌશલ્ય જોઇને તો ગમે એવા મોટા કલાકારે પણ એને ધન્યવાદ આપવા ઘટે. પોતાના હાથે માટીમાંથી ગણેશ બનાવી તેને સુકવ્યા પછી જાતે જ કલર કરી તેના ઉપર ટીલડી ચોટાડી પોતાનામાં રહેલ કૌશલ્યનો પરિચય આપ્યો.

આજનો દિપક


તરાહની પ્રવૃત્તિ

ધોરણ ૩ થી ૫ ના બાળકો દ્વારા તૈયાર કરેલ તરાહની પ્રવૃત્તિ