Saturday, September 5, 2015

જન્માષ્ટમીણી ઉજવણી

શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાંકાન અને ગોવિંદાની ટોળીએ મટકી ફોડી.જેમાં વાલીઓ ,એસ.એમ.સી. સભ્યોએ ભાગ લીધો. 


Friday, September 4, 2015

આચાર્યશ્રીના જન્મ દિનની ઉજવણી


શાળાના આચાર્યશ્રીએ પોતાનો જન્મ દિન શાળાના બાળકો સાથે કેક કાપી ઉજવ્યો. બાળકો એટલા ભાવ વિભોર થયા કે જાણે પોતાના પિતાનો જન્મ દિન ઉજવતા  હોય એ રીતે એક બાળક તો ટેબલ ઉપર ચઢી કેક ખવડાવવા ગયો. ખુબ જ ભાવવાહી દ્રશ્ય!!!!!!!!!!!!!!! જન્મ દિન ગુરુવારે હોય બાળકોએ સુખડી સાથે કેકની લિજ્જત માણી હતી.

સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો

સી.આર.સી કક્ષાના વિજ્ઞાન મેળામા શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ-૪ ખેતી અને ખાદ્ય સુરક્ષામાં ઓટો વોટર  ઈરીગેશનનો પ્રોજેક્ટ રજૂ કરી પ્રથમ ક્રમ મેળવ્યો.


 

રક્ષાબંધનની ઉજવણી

શાળામાં  રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે શાળાની બાળાઓએ રક્ષાબંધનની ઉજવણી જરા અલગ અંદાજમાં કરવામાં આવી. બાળાઓએ ભાઈઓની સાથે સાથે વિશ્વના સૌથી પરોપકારી એવા વૃક્ષોને પણ રાખડી બાંધી. આ રીતે શાળાના બાળકોએ વૃક્ષોનો આભાર માન્યો. અને બાળકો વૃક્ષોનુ જતન અને સંવર્ધન કરવાની શીખ મેળવી. 


Thursday, August 20, 2015

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ગામના આગેવાનો, એસ.એમ.સી.ના સભ્યો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. તથા શાળાના બાળકો દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું.


બિસ્કીટનો નાસ્તો

દિનેશભાઈ પરમાર તરફથી પોતાના પુત્રના સ્મરણાર્થે બાળકોને બિસ્કીટનો નાસ્તો 

તિથિ ભોજન